વીતેલું વર્ષ 2023 કે જે હીરો કરતા વિલાનો માટે વધુ સફળ રહ્યું હતું, જે દમદાર રોલ નિભાવીને અભિનેતા ઓ એ વધુ તાલી ઓ મેળવી હતી. આ યાદી માં એક બોલિવુડ અભિનેત્રી પણ સામેલ છે.બોલિવુડની ફિલ્મોમાં એક વિલન એટલો જ જરુરી હોય છે જેટલો ફિલ્મમાં એક હીરો હોય છે. કારણ કે જો ફિલ્મમાં વિલનને ખતરનાક બતાવવામાં ન આવે તો હીરોનું કામ કાંઈ કહી ન શકાય, એટલા માટે કોઈ પણ ફિલ્મમાં હીરોને ટક્કર આપવા માટે એક વિલન જરુરી હોય છે. બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પોપ્યુલર વિલનના એક રોલ કરવા માટે સ્ટારે મસમોટી ફી લેતા હોય છે. ત્યારે આ વર્ષે એવી કેટલીક ફિલ્મો રહી કે, જેમાં હિરો કરતા વિલનની ચર્ચાઓ વધુ થઈ હતી. બોબી દેઓલથી લઈ જયા બચ્ચન આ લિસ્ટમાં સામેલ છે.
બોબી દેઓલનું એનિમલ ફિલ્મમાં પાત્ર અબરાર છે. જે થોડી મિનીટોમાં કાંઈ પણ કહ્યા વગર ધણું બધુ કહી શકાય છે. લોકો કહી રહ્યા છે હિરો કરતા વિલન વધુ છવાયો હતો આ ફિલ્મમાં. ઈમરાન હાશ્મીને આમતો રોમાન્સનો બાદશાહ કહેવામાં આવે છે પરંતુ ઈમરાન હાશ્મીના પાત્રને સૌ કોઈ રોમેન્ટિક હિરો તરીકે જુએ છે પરંતુ ટાઈગર 3માં ઈમરાન હાશ્મીનું પાત્ર ચાહકોનું ખુબ પસંદ આવ્યું હતુ. ઈમરાનની એક્ટિંગની ચર્ચા ફિલ્મના લીડ રોલથી વધુ ચર્ચાઓ રહી છે. આ વર્ષે શાહરુખ ખાનની અનેક ફિલ્મો હિટ રહી તેમજ રેકોર્ડ તોડ્યા છે. ત્યારે જોન અબ્રાહમનો રોલ પઠાણમાં ખુબ ચર્ચિત હતો. અભિનેતા પહેલી વખત નેગેટિવ પાત્રમાં જોવા મળ્યો હતો.
જયા બચ્ચને પણ આ વર્ષે એક ફિલ્મમાં વિલનનો રોલ કર્યો હતો. આ ફિલ્મ કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં શાનદાર અભિનય કરતી લાંબા સમય બાદ જોવા મળી હતી. સાઉથ સ્ટાર વિજય સેતુપતિના પાત્ર પણ શાહરુખ ખાન વિરુદ્ધ જવાનમાં ખુબ પસંદ કરવામાં આવ્યું હતુ. સૈફ અલી ખાનના એક્ટિંગના વખાણ લોકો આદિપુરષમાં લંકેશના પાત્રને લઈ કર્યા હતા. આ ફિલ્મમાં સૈફ અલી ખાન ખુબ ટ્રોલ પણ થયો હતો.