આજથી એક સાથે આઠ હિન્દી ફિલ્મો શેફ, અકસર-૨, તુ હૈ મેરા સન્ડે, મુઆવઝા-જમીન કા પૈસા, ૨૦૧૬-ધ એન્ડ, કોલ ફોર ફન, રકતધાર અને ઇશ્ક કા મંજન રિલીઝ થઇ છે. જો કે તેમાંથી મોટા ભાગની રાજકોટ શહેરમાં પ્રદર્શિત થઇ નથી.
નિર્માતા ભુષણ કુમાર, ક્રિષ્ન કુમાર, રાજા ક્રિષ્ના મેનન, વિક્રમ મલ્હોત્રા તથા નિર્દેશક રાજા ક્રિષ્ન મેનનની ફિલ્મ ‘શેફ’માં મુખ્ય ભૂમિકા સૈફ અલી ખાન, પદ્મપ્રિયા જાનકીરમણ, દાનીશ કાર્તિક, દિનેશ પ્રભાકર, ચંદન રોય સન્યાલ, નેહા સકસેના, શયાન મુન્શીએ નિભાવી છે. કરીના કપૂર ગેસ્ટ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન એક શેફ (રસોઇયા)ના રોલમાં છે. આ ફિલ્મ બાપ-દિકરાના સંબંધ પર આધારીત છે. બાપ-દિકરાની જોડી ફૂડ જર્ની પર છે. આ કારણે બાપ-દિકરા વચ્ચેનું અંતર ઓછુ થાય છે અને બંને વચ્ચે મજબુત સંબંધ બને છે.
બીજી ફિલ્મ ‘અકસર-૨’નામની થ્રિલર ફિલ્મ રિલીઝ થઇ છે. નિર્માતા નરેન્દ્ર બજાજ, ચિરાગ બજાજ અને નિર્દેશક અનંત નારાયણ મહાદેવનની આ ફિલ્મમાં સંગીત મિથુનનું છે. ઝરીન ખાન, ગોૈતમ રોડે, લિલિટ દૂબે, અભિનવ શુકલા અને મોહિત મદનને મુખ્ય ભૂમિકા નિભાવી છે. ઇમરાન હાસમી અને ક્રિકેટર એસ. શ્રીસંત પણ ખાસ રોલમાં જોવા મળશે.
ફિલ્મની કહાની જોઇએ તો અરબપતિ ઉમરલાયક મહિલા શ્રીમતિ ખંબાટાની મિલ્કતોનું સંચાલન સંભાળતી વ્યકિતની રહસ્યમય સંજોગામાં હત્યા થઇ જાય છે. આથી પોતાની અરબોની મિલ્કતો, પૈસાની દેખરેખ માટે નવા સ્થાન પર નવા વ્યકિતની ભરતી કરવાનું કામ મેનેજર પૈટને સોંપાય છે. પૈટને આશા નહોતી કે એક ખુબસૂરત છોકરી શીના રોય આ પદ માટે અરજી આપશે. શ્રીમતી ખંબાટાને ઉમરલાયક મહિલા આ કામ માટે જોઇતી હતી. પણ પૈટના કહેવાથી તે શીનાને આ કામ માટે રાખી લે છે. શીનાને એ ખબર નથી હોતી કે તેની પસંદગી પાછળ પૈટનો સ્વાર્થ છુપાયેલો છે. હવે તે શીના પર કરેલા ઉપકારનો બદલો ઇચ્છે છે. શીના જો તેનું ન માને તો તેને નોકરીમાંથી કાઢી મુકવાની વાત સામે આવે છે. શીના પોતાના બોયફ્રેન્ડ રિક્કીની દુર્દશાથી પણ ચિંતીત છે, તે ખુબ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો હોય છે અને તેને પૈસાની સખ્ત જરૂર છે.
ખુબ વિરોધ પછી પણ શીના એક દિવસ પૈટની કામુક પ્રવૃતિનો શિકાર બની જાય છે. પૈટ વિચારે છે તેની લેડીકિલરની ઇમેજને કારણે શીના તરફ આકર્ષાઇ ગઇ છે. પણ અચાનક તે પોતાને જ ફસાયેલો જૂએ છે. હવે તેની જિંદગી અને કારકિર્દી દાવ પર લાગી જાય છે. શીના ખંબાટા વિશેની એવી વાતો જણાવે છે કે પૈટની નીંદર હરામ થઇ જાય છે. તે સત્ય જાણીને ચોંકી ઉઠે છે. ફિલ્મ જેમ-જેમ અંત તરફ આગળ વધે છે તેમ તેમ પૈટ, શીના, ખંબાટા અને રિક્કી પોતાને નિર્ણાયક ક્ષણોમાં પહોંચેલા જૂએ છે. એક ખોટુ પગલુ તેનો જીવ લઇ શકે છે અને સાચુ પગલુ કરોડપતિ બનાવી શકે છે. શું થાય છે આગળ? તે ફિલ્મમાં જોવા મળશે. ઝરીન ફરી એકવાર પોતાની હોટ અને કામૂક અદાઓમાં જોવા મળશે. ગોૈતમ રોડે ટીવી પરદેથી ફિલ્મી પરદે આવ્યો હોઇ તેને આ ફિલ્મથી ખુબ આશા છે. ૨૦૦૬માં આવેલી અકસરમાં ઇમરાન હાસમી, ઉદિતા ગોસ્વામી અને ડિનો મોરીયાની મુખ્ય ભુમિકા હતી. હિમેશના સુપરહિટ ગીતો આજે પણ લોકોને યાદ છે. અકસર-૨ને પણ સફળતા મળવાની નિર્માતાઓને આશા છે.
ત્રીજી ફિલ્મ ‘મુઆવઝા-જમીન કા પૈસા’ના નિર્માતા જગદીશ ગુપ્તા અને નિર્દેશક ગિરીશ જુણેજા છે. ફિલ્મમાં અનુ કપુર, ભૂપેશ પંડ્યા, જતીન શરણા, નરેશ ડબરલ, તેજીન્દર, ગોવિંદ પાંડે, દિપક વર્મા, પંકજ બેરી, અજય વર્મા, અખિલેન્દ્ર મિશ્રા સહિતે ભૂમિકા નિભાવી છે.
ચોથી ફિલ્મ ‘તુ હૈ મેરા સન્ડે’ના નિર્માતા વરૂણ શાહ અને નિર્દેશક મિલીન્દ ધાઇમાડે છે. ફિલ્મમાં વરૂણ સોબતી, સહાના ગોસ્વામી, માનવી ગાગરૂ, રસિકા દુગ્ગલ સહિતની કહાની છે. પાંચ મિત્રોની આ ફિલ્મમાં કહાની છે. જે દરર રવિવારે જુહુ બીચ પર ફૂટબોલ રમવા જતાં હોય છે. એક દિવસ એક વૃધ્ધ પણ તેની આ ગેમમાં જોડાય છે. પછીકહાની વળાંક લે છે.
પાંચમી ફિલ્મ ‘૨૦૧૬-ધ એન્ડ’ના નિર્માતા જયદીપ ચોપરા અને નિર્દેશક પણ તે પોતે જ છે. ફિલ્મમાં સંગીત એન્જલ રોમાન, ફૈઝાન હુશેનનું છે અને દિવ્યેન્દુ શર્મા, હર્ષદ ચોપડા તથા પ્રિયા બેનર્જી, કીકૂ શારદા સહિતે એ મુખ્ય ભૂમિકા નિભાવી છે. ફિલ્મની કહાની એવી છે કે લોકોને ખબર પડી જાય કે સાત દિવસમાં દુનિયાનો વિનાશ થવાનો છે તો ત્યારે તેઓ એક બીજા સાથે કેવું વર્તન કરે છે.
છઠ્ઠી ફિલ્મ ‘કોલ ફોર ફન’ના નિર્માતા હાર્દિક પટેલ, નિર્દેશક જનક ટોપરાણી છે. ફિલ્મમાં ઝાન ખાન, શુભાંગી મેહરોત્રા, ચારૂ અસોપા અને પ્રશાંત કનોજીયાએ ભૂમિકા નિભાવી છે. આ કોમેડી જોનરની ફિલ્મ છે. કોલેજીયન યુવાનોની કહાની છે.
સાતમી ફિલ્મ ‘રકતધાર’ના નિર્માતા ધનંજય ધવન પાટીલ અને નિર્દેશક અજીત વર્મા છે. ફિલ્મમાં શકિત કપૂર, મુકેશ રિષી, શાહબાઝ ખાન, એહસાન ખાન, દિપશીખા નાગપાલ સહિતના કલાકારો છે. શકિતકપૂર આ ફિલ્મમાં વ્યંઢળના રોલમાં જોવા મળશે.
આઠમી ફિલ્મ ‘ઇશ્ક કા મંજન’ છે. જેના નિર્માતા જયવિન્દ્રસિંઘ ભટ્ટી, રામ કુમાર પવાડીયા, વીના કુમાર અને નિર્દેશક રામકુમાર છે. ફિલ્મમાં અસરાની, કિરણ કુમાર, મુનેશા નેહરા, સોનમ, શકિત કપૂર, રઝા મુરાદ, ઇમરાન રાજપૂત, રાહુલ ચોૈહાણ સહિતના કલાકારો છે. રોમાન્ટીક ડ્રામા પ્રકારની આ ફિલ્મમાં માનવ તસ્કરીની વાત પણ છે.