મુંબઈ : બોલિવૂડ ડ્રગ કનેક્શન કેસમાં અર્જુન રામપાલ બાદ હવે તેની બહેનને એનસીબીએ સમન્સ પાઠવ્યું છે. ગઈકાલે અર્જુન રામપાલની બહેનને સમન્સ મોકલવામાં આવ્યું હતું. અર્જુન રામપાલની બહેન તપાસમાં જોડાવા માટે આજે સવારે 11 વાગ્યે એનસીબીની મુંબઇ ઓફિસ પહોંચી હતી. .
તમને જણાવી દઇએ કે રામપાલના ઘરે દરોડા દરમિયાન એનસીબી દ્વારા કેટલીક પ્રતિબંધિત દવાઓ મળી આવી હતી, જેના પર રામપાલે તે દવાઓ તેની બહેનની હોવાનું જણાવ્યું હતું. એનસીબીની સામે રામપાલ દ્વારા તેની બહેનના નામે એનસીબીને દવાના પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવ્યા હતા, જે બનાવટી છે. આ જ કેસમાં તેમને અર્જુન રામપાલની બહેનની પૂછપરછ કરવા સમન્સ મોકલવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે મીડિયાએ રામપાલના જુઠ્ઠાણાં અંગે ખુલાસા કર્યા હતા અને દિલ્હીના ડોક્ટરનો ઇન્ટરવ્યુ બતાવ્યો હતો જ્યાંથી રામપાલે તે દવાઓનું પ્રિસ્ક્રિપ્શન તેની બહેનના નામે બનાવ્યું હતું.
આ દવા અર્જુનના ઘરેથી મળી આવી હતી
જણાવી દઈએ કે, 9 નવેમ્બરના રોજ અર્જુન રામપાલના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં તેના ઘરમાંથી ટ્રેમાડોલ ગોળીઓ મળી આવી હતી. આ પછી, અર્જુનની લિવ-ઇન પાર્ટનર ગેબ્રિએલા ડીમિટ્રીએડ્સને બે વાર પૂછપરછ કરવામાં આવી. તે જ સમયે, અર્જુન 13 નવેમ્બરના રોજ એનસીબી સમક્ષ પ્રથમ વખત હાજર થયો. એનસીબીએ ડ્રગના બે કેસમાં ગેબ્રિએલાના ભાઈ એગિસિઆલિસ ડીમિટ્રીએડ્સની ધરપકડ કરી લીધી છે. તાજેતરમાં જ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. 21 ડિસેમ્બરે અર્જુન રામપાલ બીજી વખત એનસીબી સમક્ષ હાજર થયો હતો.