મુંબઈઃ અત્યારે કોરોના સામે લડવા માટે સમગ્ર દેશમાં કોરોના અભિયાન ચાલી રહ્યું છે ત્યારે દિગ્ગજ લોકો કોરોના વેક્સીન લઈને લોકોને કોરોના વેક્સીન માટે પ્રેરિત કરી રહ્યા છે. ત્યારે બોલિવૂડના લિજેન્ડ અભિનેતા ધર્મેન્દ્રએ પણ આજે કોરોના વેક્સીન લીધી હતી. ધર્મેન્દ્રએ કોરોના વેક્સીન લેતો વીડિયો પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી શેર કર્યો હતો.
ધર્મેન્દ્ર એ હાલમાં જ ટ્વિટર પર ટ્વીટ કરતાં એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે કહે છે કે, ‘લોકડાઉનને લોકડાઉન કરી રહ્યાં છો તો બે ગજની દૂરી અને માસ્ક છે જરૂરી. તેણે એમ પણ કહ્યું કે, બાળકો માટે પણ તેની જરૂર છે. અને તેમને પણ આપવું જોઇએ.’ વીડિયો શેર કરતાં ધરમેન્દ્ર લખે છે કે, ‘ટ્વીટ કરતાં કરતાં.. જોશ આવી ગયો… અને હું નિકળી પડ્યો.. વેક્સીનેશન માટે… આ શો ઓફ જરાં પણ નથી… પણ આપને પ્રેરણા આપવા માટે છે… મિત્રો કૃપ્યા પોતાનું ધ્યાન રાખજો.’
વીડિયોમાં આપ જોઇ શકો છો કે, ધરમેન્દ્ર નર્સની બધી વાતો ધ્યાનથી સાંભળે અને સમજ છે બાદ તે તેને આશીર્વાદ આપતા નજર આવે છે.
ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ રહે છે. તે ઘણી વખત તેની તસવીરો અને વીડિયો તેનાં ફેન્સની સાથે શેર કરે છે. હાલમાં જ તેમણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, ધર્મેન્દ્રને કારણે તેમને શોલે ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી.
આપને જણાવી દઇએ કે, આ રીતે ઘણાં સેલિબ્રિટીઝે વેક્સિનની પહેલો ડોઝ લઇ લીધો છે. જેમાં ધર્મેન્દ્ર ઉપરાંત અનુપમ ખેર, સૈફ અલી ખાન, રાકેશ રોશન અલકા યાગ્નિક,સતીશ શાહ, હેમા માલિની, જોની લીવર, કમલ હસન, શિલ્પા શિરોડરકર સહિતનાં ઘણાં બોલિવૂડ સેલિબ્રિટીઝ છે.