મુંબઈ : આ દિવસોમાં દેવોલિના મુંબઇના તેના ફ્લેટમાં હોમ કવોરેન્ટીન કરાવવામાં આવી છે અને તે જાતે જ બધું સંભાળી રહી છે. તેની સાથે કોઈ નથી, આ રીતે, બિગ બોસ 13 માં તેની શ્રેષ્ઠ મિત્ર રશ્મિ દેસાઈએ તેનો સાથ આપ્યો છે.
રશ્મિએ કહ્યું, “હું દરરોજ ફોન પર દેવોલિના સાથે વાત કરું છું. હું તેણીને તેની તબિયત અંગે પૂછું છું, મોટા ભાગે વિડીયો કોલ દ્વારા દેવોલિના સાથે જોડાયેલી રહું છું. મારી અને દેવોલિનાની ફોન પર વાતો થતી રહે છે. તે ઘરે છે અને સલામત છે.”
તમને જણાવી દઈએ કે બિગ બોસ 13 માં રશ્મિ દેસાઈ અને દેવોલિનાની મિત્રતા ખૂબ જોવા મળી હતી. બિગ બોસના ઘરે બંનેએ હંમેશાં એકબીજાને ટેકો આપ્યો હતો અને બિગ બોસના ઘરની બહાર બંને ખૂબ સારા મિત્રો છે, તેથી રશ્મિ દેસાઇ આ મુશ્કેલ સમયમાં દેવોલિના સાથે છે અને તેમની મિત્રતા સારી રીતે નિભાવી રહી છે.