Sophia Leone Death: છેલ્લા ઘણા સમયથી એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે. જાન્યુઆરીમાં, થાઇના ફીલ્ડ્સ તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી, અને ફેબ્રુઆરીમાં, 36 વર્ષીય કાગની લિન કાર્ટરે આત્મહત્યા કરી હતી.
સોફિયા લિયોનનું અવસાન થયું
થૈના અને કાગનીના નિધન બાદ વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતી એડલ્ટ સ્ટાર સોફિયા લિયોનનું પણ નિધન થયું છે. 26 વર્ષની સોફિયા તાજેતરમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. છેલ્લા કેટલાક મહિનામાં એડલ્ટ સ્ટાર્સના નિધનના સમાચાર લોકોને ચોંકાવી રહ્યા છે.
પરિવાર આઘાતમાં
26 વર્ષીય સોફિયા લિયોનીના સાવકા પિતા માઈક રોમેરોએ GoFundMe પર જાહેર કરેલા નિવેદનમાં આની પુષ્ટિ કરી છે, જ્યાં મેમોરિયલ ફંડ એકત્ર કરવામાં આવશે. સોફિયાના પિતાએ જણાવ્યું કે અભિનેત્રીના નિધનથી તેમનો પરિવાર આઘાતમાં છે. પિતાએ કહ્યું, “તેની માતા અને પરિવાર વતી, હું ભારે હૃદય સાથે અમારી પ્રિય સોફિયાના નિધનના સમાચાર શેર કરું છું. સોફિયાના આકસ્મિક મૃત્યુથી તેના પરિવાર અને મિત્રોને હચમચાવી દીધા છે.”