તાજેતરમાં જ ઈમ્તિયાઝ અલીની સુપરહિટ ફિલ્મ જબ વી મેટને 10 વર્ષ પૂરા થયા છે ત્યારે ફરી એકવાર શાહિદ અને ઈમ્તિયાઝ સાથે કામ કરે તેમ લાગી રહ્યું છે. આવતા વર્ષે આ ફિલ્મનું શૂટિંગ શરુ થાય તેવી શક્યતા છે. આગામી ફિલ્મનું શૂટિંગ એપ્રિલ મહિનામાં શરુ થશે અને ભારત સિવાય વિદેશમાં પણ શૂટિંગ કરવામાં આવશે.
શાહિદ કપૂર અત્યારે સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રિલીઝ માટે તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સાથે શાહિદ કપૂર પણ મેઈન કેરેક્ટરમાં છે. આ સિવાય ટોઈલેટ-એક પ્રેમ કથાના ડિરેક્ટર સાથે તે બત્તી ગુલ મીટર શરુ ફિલ્મ શરુ કરવાનો છે.
શાહિદ કપૂરે જબ વી મેટ વિષેની યાદો તાજા કરતાં જણાવ્યુ હતું કે, તે ફિલ્મ કરવાની ઘણી મજા આવી હતી. તે વખતે ઈમ્તિયાઝ નવો નવો હતો, અને કોને ખબર હતી કે એક દિવસ તે આટલો બ્રિલિયન્ટ ફિલ્મમેકર બની જશે. જબ વી મેટને લોકોએ ખુબ પસંદ કરી હતી અને આજે પણ આ ફિલ્મ લોકોની તેટલી જ ફેવરિટ છે.આ ફિલ્મમાં કરીના અને શાહિદ એક સાથે હોવાથી ખુબ સફળ રહી હતી લોકોને આ જોડી ખુબ પસંદ પડી હતી.