Anushka Shetty: સાઉથ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી પોતાની પ્રોફેશનલ લાઈફને કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. અભિનેત્રી તેના શાનદાર અભિનય માટે જાણીતી છે. તમિલ અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સફળ અભિનેત્રી તરીકે પોતાની ઓળખ ઉભી કરનાર અનુષ્કા શેટ્ટી હવે મલયાલમ ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. અભિનેત્રી હોરર ફિલ્મ ‘કટ્ટનાર – ધ વાઇલ્ડ સોર્સર’થી મલયાલમમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. ફિલ્મના નિર્દેશકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે.
લાંબા સમયથી એવા અહેવાલો હતા કે અનુષ્કા શેટ્ટી આગામી ‘કટનાર – ધ વાઇલ્ડ સોર્સર’માં મહત્વની ભૂમિકા ભજવશે. હવે સોશિયલ મીડિયા પર સામે આવેલી પોસ્ટે આ સમાચારની પુષ્ટિ કરી છે. ‘કટનાર – ધ વાઇલ્ડ સોર્સર’ના નિર્દેશક રોઝીન થોમસે અનુષ્કા શેટ્ટી અને ફિલ્મની ટીમ સાથે સેટ પરથી એક તસવીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. એક તસવીરમાં તે સેટ પર અનુષ્કાનું સ્વાગત કરતો જોવા મળે છે. જ્યારે બીજી તસવીરમાં અભિનેત્રી ભગવાન કૃષ્ણની મૂર્તિ હાથમાં લઈને પોઝ આપતી જોવા મળે છે.