મુંબઈ : અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી એક નવી એડમાં દેખાયા છે. વિશેષ વાત એ છે કે તેમની પુત્રીના જન્મ પછી પહેલીવાર બંને એક જાહેરાતમાં દેખાયા છે. આ 37 સેકન્ડની એડ સ્ટીલ બ્રાન્ડની છે. આ બંનેની કેમિસ્ટ્રી ખૂબ પ્રભાવશાળી છે.
આ એડમાં અનુષ્કા અને વિરાટ બેડ પર સૂઈ ગયા છે અને પ્રવાસની યોજના બનાવી રહ્યા છે. અનુષ્કા ગ્રીન ટોપ અને વ્હાઇટ પેન્ટ્માં જોવા મળી રહી છે, જ્યારે વિરાટ બ્રાઉન શર્ટ અને વ્હાઇટ પેન્ટમાં જોવા મળી રહ્યો છે. અનુષ્કા રજા દરમિયાન તેના ફોન પર એક એક્ટિવિટી સર્ચ કરી રહી છે અને વિરાટ લાલ ક્રિકેટ બોલથી રમી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, શર્માએ 11 જાન્યુઆરીએ મુંબઇની એક હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો છે. વિરોટ કોહલીએ ખુદ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.