મુંબઈ : ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચન પણ તેમની જેમ જ ખૂબ જ એક્સ્પ્રેસિવ છે અને આરાધ્યાનો વાયરલ વીડિયો આનો પુરાવો છે. શુક્રવારે આરાધ્યા બચ્ચનની સ્કૂલમાં એન્યુલ ફંક્શન યોજાયું હતું. અમિતાભ બચ્ચન સહિત સમગ્ર પરિવાર આ સમારોહમાં જોડાયો હતો. ઐશ્વર્યા રાય સાથે આરાધ્યાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હવે આરાધ્યા ફંક્શનમાં પર્ફોર્મ કરતી હોય તે દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તે એક જોરદાર સંદેશ આપી રહી છે.
વીડિયોમાં આરાધ્યાએ શું કહ્યું?
વીડિયોમાં આરાધ્યા કહે છે – ‘હું એક છોકરી છું. હું એક સ્વપ્ન છું, હું એક નવા યુગનું સ્વપ્ન છું. આપણે નવી દુનિયામાં જાગીશું. એક વિશ્વ જ્યાં હું સુરક્ષિત રહીશ. મને પ્રેમ કરવામાં આવશે, મારુ સમ્માન કરવામાં આવશે. એવી દુનિયા કે જ્યાં મારો અવાજ અહંકારની અવગણના કરીને મૌન રહેશે નહીં, પરંતુ જ્ઞાનની સમજણથી સાંભળવામાં આવશે. એક એવું જીવન જ્યાં જ્ઞાન જીવનના પુસ્તકમાંથી આવશે.”