બોલિવુડ એક્ટર અક્ષય કુમાર જ્યારે સુરત આવ્યા અને લોકોને કેમ છો બધા મજામા કહ્યું તો સુરતનુ ઇન્ડોર સ્ટેડિયમ તાળી ઓથી ગુંજી ઉઠ્યુ હતુ. કુડો એસોસિએશન દ્વારા આયોજિત અક્ષય કુમાર ઇન્ટરનેશનલ ઇન્વિટેશન કુડો ટુર્નામેન્ટ ના અંતિમ દિવસે બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર સુરત આવ્યા અને સ્ટેજ પર આવી સુરતીઓ કે જેઓ જમવા માટે વિશ્વ પ્રખ્યાત છે તેઓને ફિટનેસ મંત્ર આપતા કહ્યુ કે તેઓ સાંજે 6:30 વાગ્યા પહેલા જમી લે.
સુરતીઓને ફિટ રહેવા અપીલ કરી
અક્ષય કુમાર પોતાના અભિનયની સાથે સાથે માર્શલ આર્ટ પ્રત્યે તેમના પ્રેમને લઈ હંમેશાથી ચર્ચામાં રહ્યા છે. આજે અક્ષય કુમાર 11મી ઇન્ટરનેશનલ ઇન્વિટેશન ટુર્નામેન્ટમાં તેઓ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવ્યા હતા. તેઓએ સુરતીઓને ફિટ રહેવા અપીલ કરી હતી. અક્ષય કુમારે ફિટનેસ મંત્ર આપતા સુરતીઓને કહ્યુ હતુ કે તે જાણે છે કે સુરતીઓ વિવિધ વાનગીઓ ખાવાના શોખીન છે. તેમ છતા અક્ષયે જણાવ્યુ હતુ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે સાંજે 6:30 વાગ્યા પહેલા જમી લેવાનુ હોય છે. તેઓએ લોકોને સ્વાસ્થ્ય ની ટીપ આપી અપીલ કરી હતી કે લોકો 6:30 વાગ્યા પહેલા જમી લે જેથી તેઓનું સ્વાસ્થ્ય સારું રહે.
દેશભરમાંથી આવેલા ટુર્નામેન્ટના ખેલાડીઓને સંબોધિત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે તેઓ ઇચ્છે છે કે વિશ્વમાં ભારત કુડો સ્પર્ધામાં નંબર વન બને.સાથે તેઓએ માતા-પિતાને અપીલ પણ કરી હતી કે તેઓ પોતાના બાળકને તાલીમ આપે, અને આ માટે બાળકો ને પ્રોત્સાહન આપે.
અક્ષય કુમારે ખેલાડીઓના માતા પિતાને કરી આ અપીલ
અક્ષય કુમારે ખેલાડીઓના માતા-પિતાને પણ કહ્યું કે બાળકોની સાથે તે પણ માર્શલ આર્ટ અને કુડો ની તાલીમ લે. કારણકે કુડો શીખવાની કોઇ ઉંમર હોતી નથી. તેઓએ જણાવ્યુ હતુ કે તે પોતાના પુત્ર આર્યન સાથે જ્યારે પણ સમય મળે છે ત્યારે આવી અનેક પ્રવૃત્તિઓ કરતા હોય છે. જેના લીધે માતા-પિતા બાળકોની નજીક આવે છે. આરોગ્યના મામલે વિશ્વમાં આપણો દેશ ખૂબ જ પાછળ છે અને સ્વાસ્થ્ય પૈસાથી પણ કિમતી હોય છે જે મારું અંગત અનુભવ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કુડો શીખવાડવાના નામે લેભાગુ તત્વો છોકરાઓ ના માબાપ પાસે પૈસા માંગે છે તો હું કહેવા માગું છું કે જ્યાં સુધી અક્ષય કુમાર છે ત્યાં સુધી કોઈપણ માબાપે કુડો શીખવાના પૈસા આપવાના નથી. જો કોઈ તમારી પાસે પૈસા માંગે તો મને જણાવો હું એમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશ.
હટકે પરફોર્મસને અક્ષયે આપ્યો પુરસ્કાર
અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા ત્રણ દિવસથી સુરત ના આંગણે ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યોજાયેલ બે દિલધડક ઇવેન્ટ માં સુરત ના નામે વર્લ્ડ ઓફ બુક રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ થયો છે.જે સુરત માટે ગૌરવ સમાન બાબત છે.ત્યારે આ ઇવેન્ટમાં બે દિવસ દરમ્યાન હટકે પરફોર્મસ બતાવનાર ખેલાડીઓ નું ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા.