નવી દિલ્હી : ભારતીય સેના શુક્રવારે પોતાનો 73 મો આર્મી દિવસ ઉજવી રહી છે. બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે પણ આર્મી ડેની ઉજવણી કરી હતી. અક્ષયે આર્મી સૈનિકો સાથે થોડો સમય વિતાવીને ઉજવણી કરી. આ દરમિયાન તેણે જવાનો સાથે વોલીબોલ પણ રમ્યો હતો.
અક્ષયે આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે, જેમાં તે જવાનો સાથે વોલીબોલ રમતો જોવા મળી રહ્યો છે. અક્ષયનો આ વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને 1 લાખ 40 હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે.
Had the pleasure of meeting some of our bravehearts today to flag off a marathon on the occasion of #ArmyDay and what better way to warm up than a quick game of volleyball 😁 pic.twitter.com/PM7vGqr0vo
— Akshay Kumar (@akshaykumar) January 15, 2021
અક્ષયે આ વીડિયોને ટ્વિટર પર શેર કરતાં લખ્યું કે, આર્મી દિવસના પ્રસંગે, આજે મેરેથોન શરૂ કરવા માટે આપણા દેશના કેટલાક બહાદુર યોદ્ધાઓને મળવાનો મોકો મળ્યો. વોલીબોલ રમવા કરતા બીજું શું સારું સારું હોઈ શકે.”