મુંબઈ : બોલિવૂડ એક્ટર અક્ષય કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને, તમે પણ એમ કહેશો કે, અક્ષય માત્ર ફિલ્મોમાં જ નહીં, પણ વાસ્તવિક જીવનમાં પણ ‘ખેલાડી’ છે. તાજેતરમાં અક્ષય કુમાર મનીષ પોલના નવા રિયાલિટી શો ‘મૂવી મસ્તી વિથ મનીષ પોલ’ માં મહેમાન તરીકે શૂટિંગ કરવા માટે આવ્યો હતો. દરમિયાન, શૂટિંગ દરમિયાન બેભાન અવસ્થામાં પડેલા સાથી કલાકારને મદદ કરવા અક્ષય દોડી ગયો અને ટિમ પર ચીસો પાડતા તે અભિનેતાને તાત્કાલિક મદદ કરી બચાવ્યો હતો. શૂટિંગ દરમિયાન સ્ટંટ કરતી વખતે અભિનેતા અચાનક બેહોશ થઈ ગયો, જ્યારે અભિનેતા અલી અસગર પણ તેની સાથે હવામાં લટકી રહ્યો હતો. પહેલા સૌએ વિચાર્યું કે તે મસ્તી કરી રહ્યો છે, પરંતુ જ્યારે અક્ષયની નજર અભિનેતા પર પડી ત્યારે તેણે બૂમ પાડી અને તેને બચાવવા માટે સેટ દોડી ગયો હતો.
ખરેખર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અક્ષયના આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, એક એક્ટર સ્ટન્ટ દરમિયાન બેભાન થતા પહેલા કહી રહ્યો છે કે ‘મને નીચે ઉતારો, મારુ બીપી લો થઇ રહ્યું છે.’ પરંતુ આ અવાજ કોઈને સંભળાતો નથી અને તે હવામાં જ બેભાન થઇ જાય છે. શરૂઆતમાં, દરેક જણ વિચારે છે કે તે મજાક કરી રહ્યો છે, પરંતુ તેની સ્થિતિ જોઈને અક્ષય ફટાફટ દોડીને તેની પાસે પહોંચે છે અને ટીમ પર બૂમો પાડી તે યુવાનને પોતાના ખોળામાં લઈને તેણે પહેરેલી હાર્નેસ કાઢે છે અને તેને ફટાફટ અંદર લઇ જવાનું કહે છે. જુઓ વિડીયો…
@AkshayKumar help save an artist who fell unconscious on the sets of @ManishPaul03's new show. pic.twitter.com/j5s9iiV23T
— ❤ KHILADI GROUP ❤ (@KhiladiGroup1) October 4, 2019