ડિરેક્ટર મેઘના ગુલઝારે ‘ફિલહાલ’ અને કેટલાક વર્ષ પહેલા આરુષી તલવાર મર્ડર મિસ્ટ્રી પર આધારિત ફિલ્મ ‘તલવાર’ બનાવી હતી. જેની ખૂબ પ્રશંસા થઇ હતી. હવે મેઘનાએ ફિલ્મ ‘Raazi’ ની સાથે વાસ્તવિક જીવન પર આધારિત ભારતીય જાસૂસની સ્ટોરી દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આવો જાણીએ ફિલ્મના રીવ્યુ વિશે.
ફિલ્મની સ્ટોરી કાશ્મીરના રહેવાસી હિદાયત ખાન (રજીત કપૂર) અને તેમની બેગમ તેજી (સોની રાજદાન) થી શરુ થાય છે, જેની પુત્રી સહમત (આલિયા ભટ્ટ) દિલ્હીમાં અભ્યાસ કરે છે. ભારતના જાસૂસી ટ્રેનિંગના હેડ ખાલીદ મીર (જયદીપ અહલાવત) હિદાયતના સારા ફ્રેન્ડ હોય છે. હિદાયતનું કામ ગુપ્ત માહિતી યોગ્ય સમય પર દેશની સુરક્ષા માટે યોગ્ય જગ્યાએ પહોચાડવાનું છે. તે દરમિયાન કંઇક એવું થાય છે કે, જેના કારણે સહમતના મેરેજ પાકિસ્તાનમાં આર્મી ઓફિસરના નાં પુત્ર ઇકબાલ સૈયદ (વિક્કી કૌશલ) સાથે કરવામાં આવે છે.
જ્યારે સહમત પાકિસ્તાન પહોચે છે તો ઘણા પાકિસ્તાની દસ્તાવેજ અને ગુપ્ત માહિતી ભારતની સુરક્ષા એજન્સીઓ સુધી પહોચે છે. તે દરમિયાન ફિલ્મની સ્ટોરીમાં ઘણા ટ્વીસ્ટ આવે છે અને ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલ ૧૯૭૧ ના યુદ્ધ વિશે મોટો ખુલાસો પણ થાય છે. એક તરફ સહમત પાકિસ્તાની પરિવારની બહુ તો બીજી તરફ ભારતની પુત્રી હોય છે. ફિલ્મની સ્ટોરીમાં આગળ શું થાય છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
ફિલ્મની સ્ટોરી કાબિલે-તારીફ છે. આ પ્રકારની સ્ટોરી સંભળાવવી કોઈ સરળ કામ નથી પરંતુ મેઘના ગુલઝારે તેમના સટીક ડીરેક્શન અને ઉત્તમ રિસર્ચની સાથે શ્રેષ્ઠ પ્રોજેક્ટ રજૂ કર્યો છે. ફિલ્મમાં આલિયા ભટ્ટની એક્ટિંગ પણ દમદાર છે. વિક્કી કૌશલે પુત્ર અને પતિનો રોલ સહજ અંદાજમાં પ્લે કર્યો છે. બીજી તરફ, કોચના રૂપમાં જયદીપ અહલાવત અને માતા-પિતાના રૂપમાં સોની રાજદાન અને રજીત કપૂરનું કામ શ્રેષ્ઠ છે. ફિલ્મના સોંગને ફિલ્મની સ્ટોરી સાથે ખૂબ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે અને બેકગ્રાઉન્ડ સ્કોર પણ લાજવાબ છે.