મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કોરોના વાયરસ અંગે સાવધ છે અને તેના ચાહકોને પણ જાગૃત કરી રહ્યો છે. અભિનેતાએ ઈદના પ્રસંગે સોશિયલ મીડિયા પર ચાહકોને શુભેચ્છા પાઠવી હતી અને આગળની પોસ્ટમાં તેણે સામાજિક અંતર વિશે એક પોસ્ટ પણ શેર કરી હતી.
આ પોસ્ટ દ્વારા તે લોકોને માસ્ક પહેરીને મોં ઢાંકવાનો સંદેશ આપતા નજરે પડે છે. ખરેખર અમિતાભે ફોટોગ્રાફર અને અવિ ગવારિકરે લીધેલા કેટલાક ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં અમિતાભ સહિત અનેક લોકપ્રિય હસ્તીઓ મોં ઢાંકતી નજરે પડે છે. અમિતાભે માસ્ક પહેરેલું છે, જ્યારે અન્ય સેલેબ્સમાં કોઈએ ગ્લોઝથી મો ઢાંક્યું છે અને કોઈએ હાથથી મોં ઢાંક્યું છે.
T 3541 – Wear the mask .. an initiative by @avigowariker .. ace photographer .. and dear friend ..❤️ pic.twitter.com/BUlhMBCx4T
— Amitabh Bachchan (@SrBachchan) May 24, 2020