મુંબઈ : ટેલિવિઝન અને ફિલ્મ ઉદ્યોગમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવનાર અનુપમ શ્યામની સ્થિતિ તાજેતરમાં જ અચાનક કથળી ગઈ હતી અને તેના પરિવારે તેમને મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલી લાઇફલાઇન હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હાલ તેઓ આઈસીયુ (ICU)માં છે અને તેમની હાલત નાજુક છે.
મીડિયા સાથેની ખાસ વાતચીતમાં અનુપમના ભાઈ અનુરાગ શ્યામે કહ્યું, “અનુપમને કિડનીની સમસ્યા હતી અને આર્થિક સંકડામણના કારણે તેમની સારવાર પણ કરાવી નહોતી. કેમ કે તેમની પાસે લાંબા સમયથી કામ નહોતું. તેમણે પહેલાથી જ તેમનું ડાયાલિસીસ કરાવવાનું શરૂ કરી દીધું હતું. પણ ગઈકાલે (27 જુલાઈ) રાત્રે તેમની તબિયત અચાનક વણસી ગઈ હતી અને અમે તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પરંતુ, હાલ તેમની તબિયત સારી નથી. ”
ઉલ્લેખનીય છે કે, અનુપમના ભાઈ અનુરાગે લોકો પાસેથી આર્થિક મદદ માંગી છે, કારણ કે અનુપમ શ્યામ ઘણા લાંબા સમયથી કામ કરી રહ્યા નથી, જેના કારણે તે કેશલેસ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે અનુપમ શ્યામે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, એટલું જ નહીં તેમને સિરિયલ ‘પ્રતિજ્ઞા’માં ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા અને તાજેતરમાં તે સીરીયલ ‘ડોલી અરમાનો કી’ અને ‘કૃષ્ણા ચલી લંડન’માં પણ નાના પડદે દેખાયા હતા.