સીરિયલ ‘અનુપમા’માં રૂપાલી ગાંગુલી અનુપમાના રોલમાં એવી રીતે જોવા મળી કે જાણે આ પાત્ર માત્ર તેના માટે જ બનાવવામાં આવ્યું હોય. જ્યારથી રૂપાલીની આ સિરિયલ પ્રસારિત થઈ છે ત્યારથી તે ટીઆરપીમાં સતત નંબર વન પોઝિશન પર છે. જો કે આ શોમાં ઘણા પાત્રો છે, પરંતુ જો શોની સંપૂર્ણ જવાબદારી કોઈના ખભા પર છે તો તે રૂપાલી ગાંગુલી છે. પણ શું તમે જાણો છો. રૂપાલી ટીવીની સૌથી મોંઘી અભિનેત્રી છે અને બિઝનેસ વુમન પણ છે. જાણો રૂપાલી ગાંગુલી સાથે જોડાયેલી એવી વાતો જે કદાચ તમે નહીં જાણતા હોવ.
અનુપમા સૌથી મોંઘી અભિનેત્રી બની
લોકો રૂપાલી ગાંગુલીને દરેક ઘરમાં તેના પાત્રને કારણે ખૂબ ઓળખે છે. આ શોમાં અનુપમાનું પાત્ર એક મહિલાનું છે જે પુત્રવધૂ, પત્ની, સાસુ અને પુત્રી તેમજ વર્કિંગ વુમન છે. આ પાત્ર અને સિરિયલને સફળતા મળતા જ રૂપાલીએ તેની ફી પણ વધારી દીધી છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રૂપાલી એક એપિસોડ માટે લગભગ 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે. આટલી મોટી રકમ સેલેરી લેનારી રૂપાલી ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી મોંઘી અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે. રૂપાલીની સેલેરી પણ તેના તમામ કો-એક્ટર કરતા વધારે છે.
નેટ-વર્થ રૂ. 20 કરોડ છે
અનુપમાનું પાત્ર ભજવતી રૂપાલી ગાંગુલીની નેટવર્થ વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. પરંતુ ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર રૂપાલીની કુલ સંપત્તિ 20 કરોડ રૂપિયા છે. બીજી તરફ રૂપાલી પતિ અશ્વિન વર્મા અને પુત્ર સાથે મુંબઈના હાઈરાઈઝ એપાર્ટમેન્ટમાં રહે છે.
ઘર ખૂબ જ વૈભવી છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રૂપાલી મુંબઈમાં જે એપાર્ટમેન્ટમાં રહે છે તે ખૂબ જ આલીશાન છે. અભિનેત્રીના ઘરમાં 3 બેડરૂમ અને લક્ઝરી લિવિંગ રૂમ છે. આ સાથે બાલ્કનીનો નજારો પણ ઘણો સારો છે. આ બધા સિવાય અભિનેત્રી પાસે કારનું શાનદાર કલેક્શન છે. જેમાં Jaguar XJ સિવાય Mahindra Thar છે. Jaguar XJની કિંમત લગભગ 90 લાખ અને Mahindra Tharની કિંમત 16 લાખ છે.
જાહેરાત કંપનીના સહ-સ્થાપક
બહુ ઓછા લોકો જાણતા હશે કે રૂપાલી ગાંગુલી પણ એક બિઝનેસ વુમન છે. ઈ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર રૂપાલી ગાંગુલી એક એડવર્ટાઈઝિંગ કંપનીની કો-ફાઉન્ડર પણ છે. આ કંપની રૂપાલીના પિતા અનિલ ગાંગુલીએ વર્ષ 2000માં ખોલી હતી. આ કંપની ફિલ્મો સિવાય કોમર્શિયલ એટલે કે જાહેરાત માટે પણ કામ કરે છે.