મુંબઈ : બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ઘરે વિરાટ કોહલી સાથે દિવાળીની ઉજવણી કરી હતી. અનુષ્કાએ તેના દિવાળી લુકનો ફોટો ઇન્સ્ટા પર શેર કર્યો છે. જ્યાં અભિનેત્રી ક્રીમી વ્હાઇટ આઉટફિટમાં સુંદર લાગી રહી છે.
દિવાળી લુકની તસવીરો શેર કરતા અનુષ્કા શર્માએ કેપ્શનમાં લખ્યું છે – હું ઘરે બેસવા અને જમવા તૈયાર થઇ છું. તે ખુબ મજેદાર છે. આશા છે કે આપ સૌની દિવાળી ખૂબ સુંદર રહી હશે.
અનુષ્કાએ ક્રીમી વ્હાઇટ સૂટ પહેર્યો છે. જેને તેણે સિલ્વર મોજડી અને હેવી ઇઅરિંગ્સ સાથે લૂક પૂર્ણ કર્યો છે. ચાહકો સહિત સેલેબ્સ પણ અનુષ્કાના આ ફોટોઝ પર કમેન્ટ કરી રહ્યા છે. અભિનેત્રી ફોટામાં ખૂબસુરત નજરે પડે છે.