મુંબઇ: અનુષ્કા શર્મા પ્રેગ્નન્સી દરમિયાન પણ કામ કરવા માટે પરત ફરી છે. દુબઇમાં તેના પતિ વિરાટ કોહલી સાથે થોડો સમય ગાળ્યા બાદ અનુષ્કા ફરી મુંબઈમાં આવી ગઈ છે અને ફરી શૂટિંગ શરૂ કરી દીધું છે. એક વેબસાઇટના અહેવાલ મુજબ, તે આગામી સાત દિવસો માટે બેક – ટૂ -બેક શૂટિંગ કરશે. આવી સ્થિતિમાં અનુષ્કા શર્માની કેટલીક તસવીરો સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
આ ફોટામાં અનુષ્કા વેનિટી વેનમાંથી બહાર નીકળતી જોઇ શકાય છે. જો કે આ સમય દરમિયાન અભિનેત્રી સલામતીનું પૂરું ધ્યાન રાખે છે. અનુષ્કા શર્માના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી આ તસવીરો તેના ચાહકોને ગમે છે. અનુષ્કા બ્લૂ ડ્રેસમાં બેબી બમ્પ સાથે જોઇ શકાય છે.
વળી, અભિનેત્રીએ રવિવારે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં અભિનેત્રીને તેની ટીમ દ્વારા મેક અપ કરવામાં આવી રહ્યો છે. તેણે સ્ટોરી શેર કરી કેપ્શનમાં લખ્યું, “હાય.”
અભિનેત્રીએ તાજેતરમાં એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં તે આરામ કરતી નજરે પડે છે અનુષ્કા-વિરાટ જાન્યુઆરીમાં તેના પહેલા સંતાનની અપેક્ષા રાખી રહ્યા છે. બંને યુગલોએ ડિસેમ્બર 2017 માં ઇટાલીમાં લગ્ન કર્યા.