મુંબઈ : અનુષ્કા શર્મા ટૂંક સમયમાં માતા બનશે. તે આ મહિનાના અંતમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં બાળકને જન્મ આપશે. તેણી ઘણી વાર તેની ગર્ભાવસ્થા દરમિયાન સમાચારોમાં રહે છે, જ્યારે હવે તે તેના પ્રી-ડિલિવરી ફોટોશૂટને લઈને ચર્ચામાં આવી છે.
તેમણે આ ફોટોશૂટ વોગ મેગેઝિન કવરપેજ માટે કર્યું હતું. જેમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે. તેણે આ ફોટોશૂટની કેટલીક તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકો માટે શેર કરી છે જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
અનકટ ડાયમંડ પહેરીને કરાયું ફોટોશૂટ
આ ફોટોશૂટમાં અનુષ્કા શર્માએ અનકટ ડાયમંડનો સેટ પહેર્યો છે અને તેથી જ આ તસવીરો દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. આ સેટમાં 18 કેરેટ ગોલ્ડનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. સેલિબ્રિટી ડિઝાઇનર સબ્યાસાચીએ પણ અનુષ્કાની તસવીરો તેની ઇન્સ્ટા પર શેર કરી હતી અને તેના આઉટફિટ્સ અને ડાયમંડ સેટની વિશેષ ફીચર્સ જણાવ્યા હતા.
સેટ ઉપરાંત અનુષ્કાના આઉટફિટ વિશે વાત કરતાં એક તસવીરમાં તે વ્હાઇટ કલરનો શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં જોવા મળી રહી છે. બીજી તસવીરમાં અનુષ્કાએ લાંબો કોટ અને પાયજામો પહેર્યો છે. અન્ય એક તસવીરમાં તે વૂલન આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે.