મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા જાન્યુઆરીમાં માતા બની હતી. લગભગ બે મહિના સુધી તેની માતૃત્વની મજા માણ્યા પછી, હવે તેણે તેના આગામી પ્રોજેક્ટ્સ માટે શૂટિંગ શરૂ કરી દીધું છે. પરંતુ આ દિવસોમાં અનુષ્કા તેના ભાઈ અને નિર્માતા કર્નેશને ખૂબ જ મિસ કરી રહી છે. કર્નેશને યાદ કરતાં અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર તેની સાથેનો થ્રોબેક ફોટો પણ શેર કર્યો છે.
અનુષ્કા ભાઈ કર્નેશને યાદ કરે છે
ફોટો શેર કરતી વખતે અનુષ્કાએ લખ્યું છે કે, ખુબ જ મિસ કરું છું # Qala. આની સાથે તેણે આ ફોટામાં કર્નેશને પણ ટેગ કર્યો છે. તમને જણાવી દઇએ કે કર્નેશે આ પહેલા આ ફોટો તેના ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર મૂક્યો હતો.આ પછી અનુષ્કાએ તેને સ્ટોરી પર પણ આ ફોટો મુક્યો છે.
અનુષ્કા અને કર્નેશનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે
ઘણા લોકોને ખબર નથી, પરંતુ અનુષ્કા અને કર્નેશનું પોતાનું એક પ્રોડક્શન હાઉસ છે, જેને ક્લીન સ્લેટ ફિલ્મ્સ કહે છે. આ પ્રોડક્શન હાઉસમાં જ, એમેઝોન પ્રાઈમની વેબ સિરીઝ ‘પાતાલ લોક’ અને નેટફ્લિક્સ ફિલ્મ ‘બુલબુલ’ બની હતી. બંને સિરીઝ પણ ઘણી હિટ રહી હતી. પોતાના એક ઇન્ટરવ્યુમાં ‘પાતાલ લોક’ની સિરીઝની સમીક્ષા કરતી વખતે કર્નેશે કહ્યું હતું કે, પાતાલ લોક આપણા બધા માટે એક વિશાળ અને આશ્ચર્યજનક સિદ્ધિ છે. લોકોને આ સિરીઝ ખૂબ ગમી.
નોંધનીય છે કે, અનુષ્કા શર્મા છેલ્લે વર્ષ 2018માં ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી અને ખૂબ જ ટૂંક સમયમાં તે ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળશે.