મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ સોમવારે પોતાની પુત્રી અને પતિ વિરાટ કોહલી સાથે એક તસવીર શેર કરી છે. આમાં અનુષ્કા તેની પુત્રીને ખોળામાં લઇને રમાડતી જોવા મળી રહી છે. જોકે, તસવીરમાં તેનો ચહેરો દેખાઈ રહ્યો નથી. તેણે આ તસવીર શેર કરવા સાથે કરેલા ટ્વીટમાં તેણે કહ્યું કે પુત્રીનું નામ વામિકા છે.
We have lived together with love , presence and gratitude as a way of life but this little one , Vamika ❤️ has taken it to a whole new level !
Tears , laughter , worry , bliss – emotions that have been experienced in a span of minutes sometimes ! pic.twitter.com/pOe2GQ6Vxi— Anushka Sharma (@AnushkaSharma) February 1, 2021
વામિકાથી સ્પષ્ટ છે કે વિરાટના નામના શરૂઆતના અક્ષર ‘વ’ અને અનુષ્કાના નામનો છેલ્લો અક્ષર ‘ક’ ઉમેરીને આ નામ રાખવામાં આવ્યું છે. અનુષ્કાએ પહેલા ટ્વીટ કર્યું હતું કે ‘અમે પ્રેમ સાથે રહીએ છીએ, આ જીવનશૈલી છે પણ આ નાનકડી વામિકા તેને એક નવા સ્તરે લઇ ગઈ છે! કેટલીકવાર થોડીવારમાં જ આંસુઓ, હાસ્ય, ચિંતા, આનંદ, બધી ભાવનાઓ એક સાથે થઈ જાય છે.
Sleep is elusive 😛 but our hearts are SO full ❤️
Thanking you all for your wishes , prayers and good energy 🤗— Anushka Sharma (@AnushkaSharma) February 1, 2021
અનુષ્કાએ કહ્યું દરેકનો આભાર
તે જ સમયે, એક બીજા ટ્વિટમાં અનુષ્કાએ લખ્યું, ‘નિંદ્રા નથી પરંતુ અમારા હૃદય ભરાયેલા છે. શુભકામનાઓ, પ્રાર્થના અને સારી શક્તિ માટે દરેકનો આભાર. ‘ તમને જણાવી દઈએ કે, 11 જાન્યુઆરીએ વિરાટ અને અનુષ્કાએ બાળકીને આવકારી હતી. વિરાટે ટ્વીટ કરીને તેની માહિતી આપી હતી.