મુંબઈ : જ્યારથી સરકારે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારથી સમાચાર બજાર ગરમ છે. આ 59 એપ્લિકેશનમાંથી એક ટિકટોક એપ્લિકેશન શામેલ છે, જેના પર લાખો ભારતીયો દરરોજ પોતાનો વિડીયોઝ બનાવતા જ રહેતા હતા. સામાન્ય લોકોમાંથી બોલિવૂડ અને ટીવી સાથે સંકળાયેલા ઘણા મોટા સ્ટાર્સ પણ ટિકટોક દ્વારા લોકોનું મનોરંજન કરતા હતા.
ટિકટોક પર ઘણા સ્ટાર્સના લાખો ફોલોઅર્સ હતા, જેઓ આતુરતાપૂર્વક તેમના પ્રિય સ્ટાર્સના વિડીયોઝની પણ રાહ જોતા હતા. પરંતુ જ્યારે દેશભક્તિની વાત આવી ત્યારે ભારત ના તમામ લોકોએ એક થઈને બધાએ મળીને સરકાર દ્વારા ચીની એપ્સ બંધ કરવાને સમર્થન આપ્યું હતું. જ્યારે ટિકટોક પર પ્રતિબંધ અંગે બિગ બોસના 13 વિજેતા સિદ્ધાર્થ શુક્લા સાથે વાત કરવામાં આવી, ત્યારે તેણે મીડિયાને ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો હતો.
ટિકટોક પ્રતિબંધ પર સિદ્ધાર્થે શું કહ્યું?
સિદ્ધાર્થ શુક્લા કહે છે, ‘મેં ક્યારેય ટિકટોક એપનો ઉપયોગ કર્યો નથી અને ન તો મને ટિકટોક એપનો વીડિયો જોવાનું ગમ્યું. પરંતુ જ્યાં સુધી વાત છે સરકાર ચીની એપ્લિકેશનમાં સમાવિષ્ટ ટિકટોક પર પ્રતિબંધ લગાવ્યો છે, હા હું સરકારના નિર્ણય સાથે છું.”
સિદ્ધાર્થએ વધુમાં કહ્યું કે, ‘આ એક પ્રસંગ છે જ્યારે ભારતીય કંપનીઓ પોતાની એપ વિકસાવી શકે અને દેશવાસીઓને ઇચ્છિત મનોરંજન આપી શકે અને પોતાના દેશમાં સારું બજાર બનાવી શકે.’