મુંબઈ : બિગ બોસ 14ના તાજેતરના સપ્તાહના એપિસોડ મનોરંજનથી ભરપુર રહ્યા હતા. એકતા કપૂર આ શોમાં મહેમાન તરીકે આવી હતી. આ લોકપ્રિય ટીવી નિર્માતાએ સૌથી હકદાર પ્રતિસ્પર્ધીને ઇમ્યુનીટી પાવર સ્ટોન આપ્યો. પરંતુ આ બધા મનોરંજક પરિબળ સિવાય, આ એપિસોડનો અંત ખૂબ જ દુઃખદ હતો. શોના પહેલા દિવસથી હાજર રહેલા જાન કુમાર સાનુ ઘરની બહાર નીકળ્યો હતો.
ગયા અઠવાડિયે રુબીના દિલેક, નિક્કી તંબોલી, કવિતા કૌશિક, એજાઝ ખાન, જાસ્મિન ભસીન અને જાન કુમાર સાનુ નોમિનેટ હતા. 21 નવેમ્બરના એપિસોડમાં સલમાન ખાને જાહેર કર્યું કે નીક્કી, કવિતા અને જાસ્મિન એલિમિનેશનથી સુરક્ષિત છે. એપિસોડના અંતે સલમાને કહ્યું કે જાન કુમાર સાનુ પ્રિય હતો અને તમામ સ્પર્ધકો તેને પસંદ કરતા હતા. તેમણે આ શોમાં જાનની યાત્રાની પ્રશંસા કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે જાન અન્ય સ્પર્ધકોની તુલનામાં બહુ ઓછા મતોથી હાર્યો છે.
લોકોએ મનોરંજન કર્યું
બોલિવૂડના દિગ્ગ્જ સિંગર કુમાર સાનુનો પુત્ર જાન કુમાર શોમાં જતા ઇન્ડસ્ટ્રીનો એકદમ નવો ચહેરો હતો. પ્રેક્ષકોએ તેની સુરીલા અવાજની પ્રતિભા જોઇ. તેમની ગાયકીની સાથે, તેમણે ઘરના સભ્યો અને ઓડિયન્સને ઘણી રીતે મનોરંજન આપ્યું. જાનની નિક્કી, પાવિત્રા પુનિયા અને એજાઝ ખાન સાથે ખૂબ જ સારી મિત્રતા હતી, પરંતુ તેમની મિત્રતાના અણબનાવ છેલ્લા કેટલાક અઠવાડિયામાં બધાને આશ્ચર્યચકિત કરે તેવા હતા.