મુંબઈ : કરણસિંહ ગ્રોવરે કામ પરથી વિરામ લીધા બાદ પત્ની બિપાશા સાથે માલદીવમાં રજા માણી રહ્યો છે. બંને સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને ચાહકો સાથે તેમના માલદીવના ફોટા અને વીડિયો પણ શેર કરી રહ્યાં છે. બંનેને સાથે જોઇને ચાહકો પણ ખૂબ ખુશ છે.
બિપાશાએ બિકીની ફોટો શેર કર્યા
હવે ફરી એકવાર બિપાશાએ તેના બિકીનીના કેટલાક હોટ ફોટા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. આ ફોટામાં બિપાશા સ્વીમીંગ પૂલની બાજુમાં બેઠેલી ખૂબ જ સુંદર લાગી રહી છે. ફોટામાં બિપાશા પિંક બિકિનીમાં જોવા મળી રહી છે. આ સાથે, તેણીએ બ્લેક શ્રગ પહેરી છે. જે ખૂબ સ્ટાઇલિશ લાગે છે ચાહકો બિપાશાના આ બિકીની લુકની મજા લઇ રહ્યા છે.
કરણસિંહ ગ્રોવર અને બિપાશા બંને સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. અને ચાહકો સાથે તેમના માલદીવના ફોટા અને વીડિયો પણ શેર કરી રહ્યાં છે. બંનેને સાથે જોઇને ચાહકો પણ ખૂબ ખુશ છે.
બંને રોમાંચક વેબ સિરીઝમાં સાથે આવ્યા હતા
તમને જણાવી દઇએ કે બિપાશા અને કરણે ‘અલોન’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું અને તે પછી બંને પ્રેમમાં પડ્યા હતા, ત્યારબાદ એપ્રિલ 2016 માં બંનેએ લગ્ન કરી લીધા હતા. આ પછી, બંને થ્રિલર વેબ સિરીઝમાં સાથે જોવા મળ્યા હતા.