મુંબઈ, તા. ૬ : સંખ્યાબંધ હિન્દી ફિલ્મોમાં ચમકી ચૂકેલી અભિનેત્રી બોબી ડાર્લિંગે પોતાના પતિ રમણિક શર્મા સામે ગંભીર ફરિયાદ નોંધાવી છે, બોબીએ આક્ષેપ કર્યો છે કે, રમણિક શર્મા તેન સાથે મારઝૂડ કરે છે અને પરાણે અકુદરતી સેકસ માણે છે. બોબી અને ભોપાલના બિઝનેસમેન રમણિક શર્માનાં લગ્ન ૨૦૧૬ના ફેબ્રુઆરીમાં થયાં હતાં.
બોબી ડાર્લિંગે રમણિક શર્મા સામે એફઆઈઆર નથી નોંધાવી પણ ફરિયાદ જ કરી છે. તેનો આક્ષેપ છે કે રમણિક શર્માએ તેને વારંવાર ફટકારી છે અને પછી પરાણે અકુદરતી સેકસ માણ્યું છે. શર્માએ તેને ભોપાલમાં પોતાના ઘરે નજરકેદ કરી હતી. બોબી ગમે તે રીતે ભોપાલથી ભાગીને દિલ્હી આવી અને પછી તેણે નોટિસ ફટકારી હતી.
બોબીએ આક્ષેપ કર્યો છે કે, રમણિક દારૂ પીને તેને ફટકારતો અને બીજા પુરૂષો સાથે સેકસ સંબંધ હોવાના આક્ષેપો પણ કરતો. તેણે મારી સંપત્ત્િ। અને નાણાં પણ પડાવી લીધાં છે. તેણે બિલ્ડિંગના સીકયુરિટીવાળાને પૈસા આપીને પોતાના પર નજર રાખવા પણ કહ્યું હતું. તેના કારણે સીકયુરિટીવાળા તેને કયાંય જવા જ નહોતા દેતા.
આ ઉપરાંત મુંબઈના મારા ફ્લેટમાં તેણે સહમાલિક તરીકે પોતાનું નામ લખાવવાની ફરજ પાડી હતી. ભોપાલમાં અમે પ્રોપર્ટી ખરીદી ત્યારે પણ તેણે એવું કર્યું હતું. મારા પૈસે તે એસયુવી કાર લઈ આવ્યો અને મારી પાસે કંઈ રહેવા નથી દીધું. રમણિકે મને એટલી ફટકારી છે કે, હું ડાબો હાથ ને પગ મુકત રીતે હલાવી પણ નથી શકતી.
રમણિક મને એટલી ફટકારતો કે હું નાના બાળકની જેમ રડતી અને કપડાંમાં જ પેશાબ કરી જતી હતી. હું તેને રડતાં રડતાં આજીજી કરતી પણ તે મારી વાત સાંભળ્યા વિના ફટકાર્યા કરતો.જો કે રમણિક શર્માએ અલગ જ વાત કરી છે અને બોબી તેની સંપત્ત્િ।નાં કાગળિયાં લઈને ફરાર થઈ ગઈ હોવાનો આક્ષેપ કર્યો છે.
રમણિકના કહેવા પ્રમાણે તેણે બોબી સામે ફરિયાદ પણ નોંધાવી છે. રમણિકનો આક્ષેપ છે કે, બોબી તેની સામે જૂઠું બોલી હતી કે તે પ્રેગનન્ટ બની શકે છે. પછી ખબર પડી કે તે પ્રેગનન્ટ બની શકે તેમ નથી. મેં તેને આઈવીએફ ટ્રાય કરવા અથવા બાળક દત્ત્।ક લેવા કહ્યું પણ તે બાળકની જવાબદારી લેવા જ તૈયાર નથી.
રમણિકે દાવો કર્યો છે કે, બોબીના ભાઈએ તેને પહેલાં જ ચેતવણી આપી હતી પણ તેણે તેની વાત ના સાંભળીને પરિવારની વિરૂધ્ધ જઈને તેની સાથે લગ્ન કર્યાં પણ બોબીને મારી સંપત્ત્િ।માં જ રસ છે. મેં તેને કદી ફટકારી નથી કે કદી ઉંચા અવાજે વાત પણ કરી નથી. બોબી મને જેલમાં મોકલીને સંપત્તિ હડપ કરવા માગે છ.