ફિલ્મ અભિનેત્રી સની લિયોનીએ હાલમાં જ ફિલ્મ મોતીચૂર ચકનાચૂરમાં એક સ્પેશિયલ આઈટમ નંબર કર્યું છે. આ ગીતમાં તે ફિલ્મ અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકીની સાથે ડાંસ કરતી નજરે આવી રહી છે. સાંગ બત્તિયાં બુઝા દો ટાઈટલ સાંગમાં ઉમ્ફ ફેક્ટર વધુ છે. આ ફુટ-ટેમ્પિંગ નંબરને સંગીતકાર રામજી ગુલાટીએ બનાવ્યું છે. આ ગીતને જ્યોતિકા ટંગડી અને રામજી ગુલાટીએ ગાયુ છે. ગીતના બોલ કુમાર દ્વારા લખવામાં આવ્યા છે. મોતીચૂર ચકનાચૂર એક કોમેડી-ડ્રામાં ફિલ્મ છે.
તેનું નિર્દેશન દેબમિત્ર બિસ્વાલે કર્યું છે અને આ ફિલ્મનું નિર્માણ રાજીવ અને કિરણ ભાટિયાએ કર્યું છે. આ ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દીકી અને અથિયા શેટ્ટી મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ 15 નવેમ્બર ના રોજ રીલિઝ થવાની છે. ફિલ્મમાં વિભા ચિબ્બર, નવની પરિહાર, વિવેક મિશ્રા, કરૂણા પાંડે, સંજીવ વત્સ, અભિષેક રાવત, સપના સેન્ડ અને ઉષા નાગરે પણ મહત્વની ભૂમિકા નિભાવી છે.
આ ફિલ્મમાં અથિયાની ભૂમિકાને NRI છોકરા સાથે લગ્ન કરવા હોય છે અને નવાઝુદ્દીન સિદ્દીકી તેમને NRI લાગે છે ત્યાર બાદ તે બંને લગ્ન કરી લે છે. પાછળથી ખબર પડે છે કે તે NRI નથી અને તે ટ્રેલરમાં બેભાન થતા દેખાઈ રહી છે. સની લિયોનીએ આ ગીતમાં ખૂબ જ જોરદાર ડાંસ કર્યો છે. તેના સ્ટેપ્સ જોવા લાયક છે. નવાજુદ્દીન સિદ્દીકી અને સની લિયોનીની જુગલબંદી જોવા લાયક છે.
સની લિયોની બોલીવુડની કેટલીંય ફિલ્મોમાં આઈટમ નંબર કરતી નજરે આવી છે. તેમણે શાહરૂખ ખાન સિવાય બીજા પણ કેટલાંય મોટા કલાકારો સાથે કામ કર્યું છે.