મુંબઈ : બુધવારે બોક્સ ઓફિસ પર બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને ચિરંજીવીની ફિલ્મ ‘સે રા નરસિમ્હા રેડ્ડી’ (Sye Raa Narsimha Reddy) અને બોલિવૂડ અભિનેતા ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘વોર’ સહિત બે મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર એકસાથે રિલીઝ થઈ હતી. આ બંને ફિલ્મોએ શરૂઆતના દિવસે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી, પરંતુ ‘સાંઈ રા નરસિંહા રેડ્ડી’ ફિલ્મે ‘વોર’ પર વિજય મેળવ્યો હતો. હા, ‘સે રા નરસિમ્હા રેડ્ડી’ ફિલ્મ કમાણીની બાબતમાં ‘વોર’ ને પાછળ છોડવામાં સફળ રહી છે.
‘Syeraa Narasimha Reddy’ netted Rs. 65 crore (all versions put together) on day 1. ‘War’ day 1 was Rs. 53.35 crore.
— Komal Nahta (@KomalNahta) October 3, 2019
ટ્રેડ એનાલિસ્ટ કોમલ નહતાના કહેવા પ્રમાણે, ‘સે રા નરસિંહા રેડ્ડી’ પહેલા દિવસે કુલ 65 કરોડનો બિઝનેસ કરવામાં સફળ રહી, જ્યારે ‘વોર’ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે કુલ 53 કરોડની કમાણી કરી શકી. આ પ્રમાણે, જો બંને ફિલ્મોના આંકડા ઉમેરવામાં આવે તો, બંને મળીને બોક્સ ઓફિસ પર કુલ 118 કરોડની કમાણી કરવામાં સફળ થયાં. ફિલ્મ ‘સાંઈ રા નરસિંહા રેડ્ડી’ એક યોદ્ધા ઉય્યલાવાડા નરસિમ્હા રેડ્ડીની વાર્તા છે, જેમણે સૌથી પહેલા બ્રિટિશરો સામે યુદ્ધ શરૂ કર્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન નરસિમ્હા રેડ્ડીના ગુરુની ભૂમિકા નિભાવી રહ્યા છે.
October 2, 2019 recorded highest single-day collection figure at all-India box-office. All films put together netted more than Rs. 120 crore which was the erstwhile record created on the day of release of ‘Bahubali2: The Conclusion’. So, ‘War’, ‘Syeraa’ & ‘Joker’ together did it.
— Komal Nahta (@KomalNahta) October 4, 2019
આ સાથે જ ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફ સિવાય વાની કપૂર, અનુપ્રિયા અને દીપનીતા શર્મા પણ ફિલ્મ ‘વોર’ માં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ યશ રાજ ફિલ્મ્સ કરી રહ્યા છે. આ ફિલ્મ હિન્દી સિવાય તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ રજૂ કરવામાં આવી છે.