મુંબઈ : બોલિવૂડની સુપરહિટ ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ રિલીઝ થયાને પૂરા 19 વર્ષ થયા છે. ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ એ ઘણા કલાકારો અને અભિનેત્રીઓનું કરિયર બનાવ્યું હતું. આ ફિલ્મનું દિગ્દર્શન કરણ જોહરે કર્યું હતું અને આજે પણ જ્યારે પણ ટીવી પર ફિલ્મ બતાવવામાં આવે છે ત્યારે પણ લોકો આ ફિલ્મ પસંદ કરે છે. ફિલ્મમાં કરીના કપૂરનું બાળપણનું પાત્ર માલવિકા રાજ ભજવતી જોવા મળતી હતી. ફિલ્મમાં માલવિકા રાજના લટકા – ઝટકા જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં કરીના કપૂરે ‘પૂ’ ની ભૂમિકા ભજવી હતી.
બાળ કલાકાર તરીકે માલવિકા રાજે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. માલવિકા રાજે કરીના કપૂરનું બાળપણનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં માલવિકા રાજનું પાત્ર એકદમ નાનું હતું, પરંતુ તેની નિર્દોષતા જોવા મળી રહી હતી. માલવીકા રાજ કભી ખુશી કભી ગમ ફિલ્મમાં કામ કર્યા પછી ગાયબ થઈ ગઈ હતી. તાજેતરમાં જ માલવિકાએ તેનો ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તેનો લુક, તેના અભિનય, દરેક વસ્તુ આશ્ચર્યજનક બની રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માલવિકા રાજ ફરી એકવાર ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવા જઈ રહી છે.
માલવિકા રાજ ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ સ્કોડમાં જોવા મળશે. તાજેતરમાં જ માલવિકા રાજે તેનો પહેલો લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. એટલું જ નહીં માલવિકા રાજ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ રહે છે.