મુંબઈ : કોરોના વાયરસને કારણે દરેક ફિલ્મ અને સિરિયલનું શૂટિંગ બંધ થઈ ગયું છે. પરંતુ આ તે સમય છે જ્યારે લોકોએ જુદા જુદા પ્રયોગો કરવાનું શરૂ કર્યું છે. ઘણા લોકોએ તેમના ઘરને એક સેટમાં રૂપાંતરિત કર્યું છે અને ત્યાં શૂટિંગ શરૂ થઈ ગયું છે. ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકે પણ આવું જ કંઈક કર્યું છે, જેની નવી શોર્ટ ફિલ્મ લોકડાઉન વચ્ચે રિલીઝ થવા જઈ રહી છે.
લોકડાઉનમાં કવિતા કૌશિકની નવી ફિલ્મ
કવિતા કૌશિકની નવી શોર્ટ ફિલ્મ ‘ડૂ નોટ ડ્રિમ’ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ આ આજે (23 મે) યુટ્યુબ પર રિલીઝ થઈ છે. કવિતા કૌશિક આ નવી ફિલ્મથી ઉત્સાહિત છે. તેણે તેની ફિલ્મ વિશે ખાસ વાતચીત કરી છે. કવિતા કહે છે- અમે આ ફિલ્મના શૂટિંગ માટે સખત મહેનત કરી છે, ખાસ કરીને આપણા પ્રેક્ષકો માટે કે જેથી ઘરે બેઠાં તેનું મનોરંજન થઈ શકે.
તમને જણાવી દઈએ કે અભિનવ શુક્લાએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે અને ફિલ્મના સંપાદનથી લઈને એડિટિંગ સુધીનું કામ કવિતાના પતિ રોનિતે સંભાળ્યું છે. તે એક હોરર ફિલ્મ તરીકે કહેવામાં આવી રહી છે જે ફક્ત 13 મિનિટની છે. હવે જ્યારે આ ફિલ્મનું શૂટિંગ લોકડાઉનની વચ્ચે કરવામાં આવ્યું છે, ત્યારે કવિતાને પૂછવામાં આવ્યું કે તેણે ક્યાં અને કેવી રીતે શૂટિંગ કર્યું છે.
શૂટિંગ કેવી રીતે શક્ય હતું?
આ સવાલના જવાબમાં કવિતા કહે છે- અભિનવ શુક્લા મારી બિલ્ડિંગમાં રહે છે, મારા ફ્લોરથી 2 ફ્લોર ઉપર જ રહે છે, અને આ આઈડિયા અભિનવનો હતો, અને લોકેશન મારું ઘર હતું, હું, મારા પતિ રોનિત અને મિત્ર અભિનવે સાથે મળી આ ફિલ્મનું શોટિંગ ચાર રાતમાં પૂર્ણ કર્યું હતું અને સામાજિક અંતરના તમામ નિયમોનું પણ પાલન કર્યું હતું. હું એ વાતથી પણ ખુશ છું કે ઘણા દિવસો પછી અમે અમારું વાસ્તવિક કામ કરી રહ્યા હતા, ઘરનું કામ નહીં. હવે જુઓ સંપૂર્ણ શોર્ટ ફિલ્મ…