નવી દિલ્હી : ગયા દિવસોમાં રણવીરે ‘ગલી બોય’ સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી, તો હવે તે ટૂંક સમયમાં ફરી બોક્સ ઓફિસને ક્લીન બોડ કરવા તૈયાર છે. કારણ કે રણવિર તેમની આગામી ફિલ્મ ’83’ માં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કપ્તાન કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. પરંતુ હવે આ મૂવી વિશે એક જબરજસ્ત સમાચાર છે. કપિલ દેવની દીકરી આમિયા દેવ આ ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યુ કરી રહી છે.
લાંબા સમયથી આ ફિલ્મ વિશે ઘણા અહેવાલો સામે આવી રહ્યા છે. દિગ્દર્શક કબીર ખાનએ કહ્યું હતું કે, તે ટૂંક સમયમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. પરંતુ ફિલ્મ શૂટિંગ શરૂ થાય તે પહેલાં સમાચાર સામે આવ્યા છે કે, આ ફિલ્મથી કપિલ દેવની પુત્રી આમિયા બોલીવુડમાં ડેબ્યુ કરશે. પરંતુ આમિયા એક્ટિંગ ક્ષેત્રે નહીં પણ આસિસ્ટન્ટ દિગ્દર્શક તરીકે ફિલ્મમાં કામ કરવા જય રહી છે.
ક્રિકેટર સંદીપ પાટિલના પુત્ર ચિરાગ પાટિલ દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો હતો. ચિરાગએ તેમના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આમિયા આ ફિલ્મ વિશે ખૂબ ઉત્સાહિત છે. આજકાળના દિવસોમાં, તે ફિલ્મની તૈયારીને નજીકથી જોઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ’83’ ફિલ્મમાં ચિરાગ પાટિલ પણ તેમના પિતા સંદીપ પાટિલની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 10 એપ્રિલે રિલીઝ થવાની વાત કરવામાં આવી રહી છે.