મુંબઈ : સલમાન ખાનની ‘દબંગ 3’એ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી હતી. ફિલ્મે પહેલા જ દિવસે ટીકટ વિંડો પર 24.50 કરોડનો બિઝનેસ કર્યો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મના પહેલા દિવસના કલેક્શનના આંકડા શેર કર્યા છે. આ ફિલ્મના તમામ વર્ઝનોનું ટોટલ કલેક્શન છે.
જોકે, ફિલ્મની રજૂઆત પહેલા એવી અટકળો થઈ રહી હતી કે, દબંગ 3 પહેલા દિવસે 40 કરોડ સુધીનો બિઝનેસ કરી શકે છે. ઘણા સ્થળોએ, ચાહકોએ થિયેટરોમાં ટિકિટનું અગાઉથી બુકિંગ પણ કરી લીધું હતું. પરંતુ ફિલ્મ 40 કરોડના આંકડા સુધી પહોંચી શકી નથી. હાલ દેશમાં નાગરિકતા સુધારો કાયદા સામે ચાલી રહેલા વિરોધની અસર પણ ફિલ્મના વ્યવસાય પર જોવા મળી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
#Dabangg3 Fri ₹ 24.5 cr. #India biz. Note: ALL VERSIONS.
— taran adarsh (@taran_adarsh) December 21, 2019
જોકે, તેમ છતાં સલમાન ખાને ‘દબંગ 3’ સાથે તેની ઘણી ફિલ્મ્સના રેકોર્ડ તોડ્યા છે. પ્રભુદેવા દિગ્દર્શિત આ ફિલ્મ સાથે સલમાને પોતાની સાત ફિલ્મ્સના પહેલા દિવસના કલેક્શનનો રેકોર્ડ તોડ્યો છે. જેમાં દબંગ (14.50 કરોડ), વીર (7 કરોડ), રેડી (13.15 કરોડ), બોડીગાર્ડ (21.60 કરોડ), દબંગ 2 (21.10 કરોડ), જય હો (17.75 કરોડ), ટ્યુબલાઇટ (21.15 કરોડ) નો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, દબંગ 1 એ પહેલા દિવસે 14.50 કરોડ અને દબંગ 2 એ પહેલા દિવસે 21.10 કરોડનું કલેક્શન કર્યું હતું.
#SalmanKhan versus #SalmanKhan… *Day 1* biz… 2010 to 2019…
2010: #Veer ₹ 7 cr
2010: #Dabangg ₹ 14.50 cr
2011: #Ready ₹ 13.15 cr
2011: #Bodyguard ₹ 21.60 cr
2012: #EkThaTiger ₹ 32.93 cr
2012: #Dabangg2 ₹ 21.10 cr
2013: #JaiHo ₹ 17.75 cr
2014: #Kick ₹ 26.40 cr
contd.— taran adarsh (@taran_adarsh) December 21, 2019
#SalmanKhan versus #SalmanKhan… *Day 1* biz…
2015: #BajrangiBhaijaan ₹ 27.25 cr
2015: #PRDP ₹ 40.35 cr
2016: #Sultan ₹ 36.54 cr
2017: #Tubelight ₹ 21.15 cr
2017: #TZH ₹ 34.10 cr
2018: #Race3 ₹ 29.17 cr
2019: #Bharat ₹ 42.30 cr
2019: #Dabangg3 ₹ 24.50 cr#India biz.— taran adarsh (@taran_adarsh) December 21, 2019