મુંબઈ : બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 ના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. દબંગ 3 ફિલ્મના ટ્રેલરને લોંચ કરવામાં હજી બે દિવસ બાકી છે. સલમાન ખાને ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે.
સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં સલમાન ખાન ફિલ્મ દબંગ 3 ની અભિનેત્રી સોનાક્ષી સિંહા વિશે જણાવી રહ્યો છે. સલમાન ખાન સોનાક્ષીના પોસ્ટરની સામે ઉભો છે અને કહે છે, ‘આ આપણી સુપર સેક્સી રાજજો છે. હજી પણ અમારી હબીબી.”
સલમાન ખાને આ પહેલા દબંગ 3 નું મોશન પોસ્ટર પણ શેર કર્યું હતું. પ્રભુદેવ સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 ને ડિરેક્ટ કરી રહ્યા છે. પ્રભુદેવ તેના આગામી પ્રોજેક્ટ રાધે પર કામ કરી રહ્યા છે. રાધે 2009 ની ફિલ્મ વોન્ટેડની સિક્વલ છે. વોન્ટેડનું નિર્દેશન પણ પ્રભુદેવાએ કર્યું હતું.