મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં ફિલ્મ ‘છપાક’માં જોવા મળશે. ફિલ્મમાં તે એસિડ સર્વાઇવર વ્યક્તિની ભૂમિકા નિભાવી રહી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને હવે ચાહકો આ ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઇ રહ્યા છે. દીપિકા તેના વર્ક ફ્રન્ટ પર જેટલી એક્ટિવ છે, તે રીઅલ લાઇફમાં એટલી જ નખરાળી છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ફોટોગ્રાફરો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.
પેપરાજી વિરલ ભાયાણી દ્વારા શેર કરાયેલા આ વીડિયોમાં દીપિકા ફોટોગ્રાફરનો ફોન લઈ તેમાં જોવા મળી રહી છે. જો દીપિકાને આ ફોન ગમ્યો, તો તેણે પૂછ્યું કે શું હું તેનો ઉપયોગ કરી શકું છું. આના પર, ફોટોગ્રાફર તેમને કહે છે રાખી લો. તમારા જન્મદિવસની ભેટ થઇ ગઈ આ. ફોટોગ્રાફરનો જવાબ સાંભળીને દીપિકા તેને ફોન પાછો આપે છે અને હસી પડે છે. જે બાદ ત્યાંથી નીકળી જાય છે. જુઓ આ વિડીયો…