મુંબઈ : ‘બિગ બોસ 13’ ફેમ અને ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચારજીને 14 દિવસ માટે હોમ કવોરેન્ટીન કરવામાં આવી છે. તેની સોસાયટીનમાં એક કેન્સર દર્દી કોરોના પોઝિટિવ જોવા મળ્યો હતો. આ દર્દીના ઘરે કામ કરતો હાઉસ હેલ્પર દેવોલિનાના ઘરે પણ કામ કરતો હતો. આ પછી, દેવોલિનાના હાઉસ હેલ્પરને પણ એક હોટલમાં હોમ કવોરેન્ટીન કરવામાં આવ્યો છે.
દેવોલિનાને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે
આવી સ્થિતિમાં દેવોલિના તેના ગોરેગાંવ ફ્લેટમાં એકલી પડી ગઈ છે. હોમ કવોરેન્ટીન હોવાને કારણે તે રોજિંદી વસ્તુની ખરીદી માટે પણ બહાર જય શકતી નથી. આવી સ્થિતિમાં દેવોલિનાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દેવોલિનાને બેક પેઈન અંગે પણ ફરિયાદ છે અને આવી સ્થિતિમાં તેને ઘરના બધા કામ એકલા કરવામાં મુશ્કેલી પડી રહી છે.
દેવોલિનાએ કહ્યું, “હું એકલી જ રહું છું, મમ્મી પણ આસામમાં છે અને બેકની સમસ્યાને કારણે મને ઘરના કામકાજ કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. અને મારી પાસે મારા પાળતુ પ્રાણી પણ છે એટલે બધું સંચાલન કરવામાં મુશ્કેલી થઇ રહી છું. તે ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. હું બિગ બોસના ઘરમાં હતી ત્યારે લોકો મદદ કરતા હતા તેની સાથે હું વાતો કરી શકતી હતી, પરંતુ મારા ઘરમાં હું એકલી થઇ ગઈ છું.અને હવે મારે 14 દિવસ એકલા વ્યવસ્થા કરવી પડશે અને જો મને આ દરમિયાન કોઈ લક્ષણો દેખાય તો હું કોરોનાનો ટેસ્ટ કરાવીશ.”