મુંબઈ : અભિનેતા દિલીપકુમારના નાના ભાઈ એહસાન ખાનનું આજે (3 સપ્ટેમ્બર) અવસાન થયું છે. 92 વર્ષિય એહસાન ખાનનો ભૂતકાળમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેની સારવાર ચાલી રહી હતી. થોડા દિવસો પહેલા દિલીપકુમારના બીજા નાના ભાઈ અસલમ ખાનનું પણ મોત નીપજ્યું હતું.
દિલીપકુમારના એકાઉન્ટથી આપવામાં આવી માહિતી
દિલીપકુમારના ટ્વિટર અકાઉન્ટથી ટ્વિટ કરવામાં આવ્યું – દિલીપ સાહેબના નાના ભાઈ એહસાન ખાનનું થોડા કલાકો પહેલા અવસાન થયું. અગાઉ નાના ભાઈ અસલમનું પણ મોત નીપજ્યું હતું. આપણે ભગવાનથી છીએ અને આપણે તેની પાસે જ પરત ફરીએ છીએ. તેમના માટે પ્રાર્થના કરો દિલીપ કુમારના એકાઉન્ટમાંથી પરિવારના મિત્ર ફૈઝલ ફારૂકીએ આ ટ્વીટ કર્યું છે.
https://twitter.com/TheDilipKumar/status/1301361028974870530
તે જાણીતું છે કે, 21 ઓગસ્ટે દિલીપકુમારના બીજા નાના ભાઈ અસલમ ખાનનું અવસાન થયું હતું. તે કોરોના પોઝિટિવ હતા.અસલમની સાથે ભાઈ એહસાન ખાનની મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તે લગભગ 80 વર્ષના હતા, જ્યારે એહસાન ખાન 90 વર્ષના હતા.