મુંબઈ : કોરોના વાયરસના રોગચાળા વચ્ચે, દેશમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. ઘણા બોલિવૂડ સેલેબ્સે ખુશીનો આ તહેવાર ખૂબ માણ્યો હતો અને ચાહકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે, ઘણા સેલેબ્સે પણ સેલિબ્રિટીના આઉટફિટમાં તસવીરો શેર કરી હતી. અભિનેતા રણવીર કપૂર અને અભિનેત્રી દીપિકા પાદુકોણે એક તસવીર શેર કરી ચાહકોને દિવાળીની શુભકામનાઓ આપી હતી.
દિવાળીની ઉજવણી દરમિયાન રણવીરસિંહે દીપિકા સાથેની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેણે કેસરી રંગનો કુર્તો પહેર્યો છે જ્યારે દીપિકા પાદુકોણે લાલ રંગની સાડી પહેરી છે. તસવીરમાં બંને ચહેરા પર ખૂબ લાંબી સ્મિત આપતા જોવા મળી રહ્યા છે. બંને ટ્રેડિશનલ આઉટફિટ્સમાં ખૂબ જ સુંદર લાગે છે.