મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ફરી એકવાર પોતાના ફોટોને લઈને હેડલાઇન્સમાં આવી છે. 1 ફેબ્રુઆરીએ દીપિકાએ મહિનાને આવકારતા એક તસવીર શેર કરી હતી જેને સોશ્યલ મીડિયા યુઝર્સ તેની ગર્ભાવસ્થા સાથે જોડી રહ્યા છે. હકીકતમાં તસવીરમાં દીપિકાનો અંદાજ, તેની શૈલી અને ખાસ કરીને તેનું કેપ્શન આ બધું એકદમ રહસ્યમય છે. આવી સ્થિતિમાં, તેને પ્રથમ વખત જોતાં જ દરેકને લાગે છે કે દીપિકાએ સારા સમાચાર (Good News) જાહેર કરવાની આ રીત શોધી કાઢી છે.
દીપિકાની તસવીર વિશે વાત કરવામાં આવે તો આ તસવીરમાં દીપિકા એક અલગ પોઝ કરતી જોવા મળી રહી છે. આ સાથે દીપિકા નીચે જોઇને હસી રહી છે. દીપિકાની આ ક્લોઝ અપ બેબી બમ્પ સાથે સજ્જ ગર્ભવતી મહિલા જેવી જ તસવીર છે. આ સાથે દીપિકાએ ફક્ત કેપ્શનમાં ફેબ્રુઆરી જ લખ્યું છે અને સ્ટારની ઇમોજી પણ મૂકી છે.
તમામ સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ બોક્સમાં દીપિકાને તેની પ્રેગ્નન્સી વિશે પૂછે છે. જોકે, દીપિકાએ આ અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. તે જ સમયે, ઘણા સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ માને છે કે દીપિકા આ શૈલીમાં ખુશ છે અને ફેબ્રુઆરીનું સ્વાગત કરી રહી છે. જો કે, કરીના-અનુષ્કા પછી દીપિકા પાસેથી પણ બધા સારા સમાચારની અપેક્ષા રાખી રહ્યા છે.
દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રીએ શકુન બત્રાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને તે ઉપરાંત તે ઋત્વિક રોશનની ફિલ્મ ‘ફાઇટર’માં પણ જોવા મળશે.