ફિલ્મ ‘102 Not Out’ ની. આ ફિલ્મની કમાણી ધીરે ધીરે બોક્સ ઓફિસ પર વધી રહી છે. અત્યાર સુધી ફિલ્મની કુલ કમાણી ૩૨ કરોડ થઇ છે. હજુ પણ તેની કમાણી વધી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ફિલ્મે પ્રથમ દિવસે શુક્રવારે ૩.૫૨ કરોડ, બીજા દિવસે શનિવારે ૫.૫૩ કરોડ અને ત્રીજા દિવસે રવિવારે ૭.૬૦ કરોડની કમાણી કરી હતી. આ રીતે ફિલ્મનું ફર્સ્ટ વિકેન્ડનું કુલ કલેક્શન ૧૬.૬૫ કરોડ રૂપિયા હતું. ઓહ માય ગોડ, ઓલ ઈઝ વેલ જેવી ફિલ્મોના ડિરેક્ટર ઉમેશ શુક્લાએ ફેમસ ગુજરાતી નાટક પર આધારિત ફિલ્મ ‘૧૦૨ નોટ આઉટ’ બનાવી છે. ફિલ્મની સ્ટોરી સૌમ્ય જોશીએ લખી છે. અમિતાભ બચ્ચન અને રિશી કપૂરની ફિલ્મ ‘૧૦૨ નોટ આઉટ’ નું બજેટ લગભગ ૬.૫ કરોડ છે.
ફિલ્મ ‘૧૦૨ નોટ આઉટ’ ની સ્ટોરી મુંબઈના રહેવાસી ૧૦૨ વર્ષના દત્તાત્રેય જગજીવન વખારિયા (અમિતાભ બચ્ચન) અને તેના ૭૫ વર્ષના પુત્ર બાબુલાલ દત્તાત્રેય (રિશી કપૂર) ની છે. બંને મુંબઈના વિલે પાર્લે સ્થિત શાંતિ નિવાસમાં રહે છે. એક દિવસે જ્યારે દત્તાત્રેયને ખબર પડે છે કે, ચીનના રહેવાસી ઓંગ ચોંગ તુંગની પાસે ૧૧૮ વર્ષ સુધી જીવવાનો વર્લ્ડ રેકોર્ડ છે તો તે તેને તોડવાનું વિચારે છે. તેના માટે દત્તાત્રેય તેના ૭૫ વર્ષના પુત્રને વૃદ્ધાશ્રમ મોકલવાનો પ્રસ્તાવ રાખે છે. જ્યારે તે જવા માટે ઇનકાર કરી દે છે તો ધીરુ (જીમિત ત્રિવેદી) ની સાથે મળીને દત્તાત્રેય, બાબુલાલની સામે એક પછી એક શરત રાખે છે. જેને બાબુલાલ પૂર્ણ કરે છે. શું દત્તાત્રેય વર્લ્ડ રેકોર્ડ તોડી શકશે? ફિલ્મની સ્ટોરીમાં આગળ શું ટ્વીસ્ટ આવે છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.