ENTERTAINMENT:બોલિવૂડ ફિલ્મોમાં બોલ્ડ અને ઈન્ટીમેટ સીન્સની ખૂબ ચર્ચા રહે છે. અપરિણીત સિવાય ઘણા પરિણીત સ્ટાર્સે પણ સ્ક્રીન પર બોલ્ડ સીન્સ આપ્યા છે. જો કે, એવા ઘણા સેલેબ્સ છે જેમણે આ સીન્સ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આ લિસ્ટમાં આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપરાના નામ પણ સામેલ છે. તો ચાલો અમે તમને જણાવીએ કે બીજી કઈ કઈ ફિલ્મો છે જેમાં આ અભિનેત્રી ઈન્ટિમેટ થઈ છે.
કેટરીના કૈફ
કેટરિના કૈફ અને વિજય સેતુપતિની ફિલ્મ મેરી ક્રિસમસ ચર્ચામાં છે. જેમાં સસ્પેન્સની સાથે કેટરિના અને વિજયની જબરદસ્ત રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળશે. કેટરીના પણ એક સીનમાં વિજય સાથે લિપ-લોક કરતી જોવા મળશે. આ ફિલ્મ આવતા અઠવાડિયે 12 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
દીપિકા પાદુકોણ
આ યાદીમાં દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે. દીપિકાએ ફિલ્મ ગહરિયાંમાં ઘણી બોલ્ડ અને કિસિંગ આપી હતી. આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે પણ જોવા મળ્યા હતા. જોકે ફિલ્મે કોઈ ખાસ કલેક્શન કર્યું નથી.
પ્રિયંકા ચોપરા
લગ્ન બાદ બોલ્ડ સીન્સ આપનારાઓમાં પ્રિયંકા ચોપરાનો પણ સમાવેશ થાય છે. પ્રિયંકા ચોપરા ફિલ્મ ‘ક્વોન્ટિકો’માં ઇન્ટીમેટ અને કિસિંગ સીન આપતી જોવા મળી હતી. પ્રિયંકાની આ સિરીઝ લોકોને ખૂબ પસંદ આવી હતી.
આલિયા ભટ્ટ
ફિલ્મ રોકી ઔર રાનીની લવસ્ટોરી દરમિયાન રણવીર સિંહ અને આલિયા ભટ્ટે કિસિંગ સીન પણ આપ્યા છે. કરણ જોહરની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું હતું.
ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય હાલમાં જ અભિષેક બચ્ચન સાથેના સંબંધોને લઈને ચર્ચામાં હતી. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યાએ ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં રણબીર કપૂર સાથે લિપલોક સીન આપ્યો હતો.