કમલ હાસનની મજબૂત ફેન ફોલોઈંગ છે. કમલને ‘ચાચી 420’માં અભિનય કરતા જોઈને બધા તેના દિવાના થઈ ગયા હતા. અભિનેતા દ્વારા માત્ર પુરુષ પાત્ર જ નહીં પરંતુ સ્ત્રી પાત્રને પણ કાયમ માટે યાદગાર બનાવી દેવામાં આવ્યું છે. આજે કમલ હાસનનો જન્મદિવસ છે, એવામાં આજે એમના 69માં જન્મદિવસ પર અમે તમને તેના પ્રેમ સંબંધો વિશે થોડી વાતો જણાવશું.
કમલ હાસન એમના જીવનમાં ઘણા કલરફુલ રહ્યા છે. તેના બે લગ્ન અને ઘણા અફેર હતા, તેમ છતાં તે આજે એકલા રહે છે. 70ના દાયકામાં કમલને તે સમયની પ્રખ્યાત અભિનેત્રી શ્રીવિદ્યા સાથે પ્રેમ થઈ ગયો હતો. શ્રીવિદ્યાએ તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ભાષાઓમાં ફિલ્મો કરી છે. બંને સ્ટાર્સ વચ્ચેના અફેરની વાતો ખૂબ ચર્ચામાં રહી હતી. એટલું જ નહીં, આ કપલે ઘણી ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું હતું. તેમ છતાં તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહતો.
બ્રેકઅપ બાદ કમલ હાસને 1978માં ડાન્સર વાણી ગણપતિ સાથે લગ્ન કર્યા હતા. તે સમયે તેની ઉંમર 24 વર્ષની હતી. તે જ સમયે, લગ્નની શરૂઆતમાં બધું બરાબર હતું, પરંતુ 10 વર્ષ પછી એટલે કે વર્ષ 1988 માં, કપલના છૂટાછેડા થઈ ગયા. આ પછી અભિનેત્રી સારિકા ઠાકુર કમલના જીવનમાં આવી અને તેઓનું અફેર ચાલ્યું હતું. બંને લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા જે બાદ સારિકા પ્રેગ્નન્ટ થઈ હતી. જ્યારે શ્રુતિનો જન્મ થયો ત્યારે કમલે સારિકા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. આ પછી તેમની બીજી દીકરી અક્ષરાનો જન્મ થયો. જો કે આ લગ્ન પણ ટકી શક્યા નહીં. 16 વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા.
કમલ અને સારિકાના લગ્ન તૂટવાનું કારણ તેની પત્નીની મિત્ર ગૌતમી સાથેનું અફેર હતું. ગૌતમી અને કમલની નિકટતા વધતી જતી હતી. બીજા છૂટાછેડા પછી અભિનેતા ગૌતમીને ડેટ કરી રહ્યો હતો. આ સંબંધ પણ 13 વર્ષના સંબંધ બાદ ખતમ થઈ ગયો. આ પછી અભિનેતાનું નામ પોતાનાથી 22 વર્ષ નાની અભિનેત્રી સિમરન બગ્ગા સાથે પણ જોડાયું હતું. કમલ હાસન હવે કોઈ સંબંધમાં નથી અને એકલા જીવનનો આનંદ માણી રહ્યો છે.