મુંબઈ: ફિલ્મસ્ટાર કાર્તિક આર્યન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે ચાહકો માટે રસપ્રદ વીડિયો અને તસવીરો શેર કરતા રહે છે પણ તેમની સાથે ઘણી વખત વાતચીત પણ કરે છે. તાજેતરમાં તેણે ‘આસ્ક મી એનીથિંગ’ સત્રમાં ભાગ લીધો હતો. સોમવારે રાત્રે યોજાયેલા આ સત્રમાં ચાહકોએ કાર્તિકને ઘણા રમૂજી પ્રશ્નો પૂછ્યા. આ દરમિયાન જ્યારે એક ચાહકે તેની લેમ્બોર્ગિની ઉરુસ કાર વિશે પ્રશ્ન પૂછ્યો ત્યારે કાર્તિકે ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો.
ચાહકોએ કાર્તિકને રમુજી પ્રશ્નો પૂછ્યા
ખરેખર ચાહકે કાર્તિકને પૂછ્યું હતું કે ભાઈ લેમ્બો કેવી છે. તેના જવાબમાં કાર્તિકે કહ્યું કે એવરેજ ઓછી આપે છે. તમને જણાવી દઈએ કે કાર્તિકે એપ્રિલમાં જ આ કાર ખરીદી છે. જ્યારે તેણે આ કાર ખરીદી, કાર્તિકે તેનો એક મનોરંજક રિલીઝ વીડિયો પણ ચાહકો સાથે શેર કર્યો. તેણે લખ્યું કે, ખરીદી લીધી… પણ હું કદાચ મોંઘી વસ્તુઓ માટે બન્યો નથી. આ વીડિયોમાં કાર્તિક પોતાની નવી કાર સામે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. જોકે, કાર્તિક પાસે લેમ્બોર્ગિની પહેલા BMW પણ છે. તેણે આ કાર વર્ષ 2017 માં ખરીદી હતી. આ સિવાય તેણે 2019 માં તેની માતા માટે મિની કૂપર પણ ખરીદી હતી.
કાર્તિકે ફિલ્મ ‘ધમાકા’ વિશે સંકેત આપ્યો
આ સત્ર દરમિયાન એક ચાહકે તેમને પૂછ્યું કે તેમની ઉર્જાનું રહસ્ય શું છે. તો જવાબમાં તેણે લખ્યું કે અક્ષય સર. આ સાથે કાર્તિકે તેની આગામી ફિલ્મ ધમાકા વિશે ચાહકોને સંકેત પણ આપ્યા છે. આ ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થઈ શકે છે. જ્યારે એક પ્રશંસકે તેને પૂછ્યું કે ધમાકા ક્યારે રિલીઝ થશે, જવાબમાં કાર્તિકે કહ્યું કે મારા જન્મદિવસની પાર્ટીની રાહ જુઓ.
તેમણે આ વાતચીતને રસપ્રદ રીતે સમાપ્ત પણ કરી. તેણે લખ્યું કે સારું ચાલો, મમ્મી ખિજાઈ રહી છે, હવે સૂવાનો સમય થઈ ગયો છે.