મુંબઈ : સુશાંત સિંહ રાજપૂત કેસમાં, ડ્રગ્સ કનેક્શન જોડાયેલ હોવાથી બોલિવૂડના મોટા નામ રાડાર પર છે. હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે 27 જુલાઈ 2019 ના રોજ કરણ જોહરના ઘરની પાર્ટી પણ એનસીબી (NCB)ની તપાસ હેઠળ આવી શકે છે. એનસીબીને શંકા છે કે આ પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ થયો હતો. આ પાર્ટીમાં કોકીનનો ઉપયોગ થવાની શંકા છે. આ પાર્ટીમાં હાજર લોકો પણ એનસીબીની રડાર પર આવી શકે છે.
કરણ જોહરની પાર્ટી પર એનસીબીની નજર
પાર્ટી વિશે એવા અનેક તત્વો સામે આવી રહ્યા છે, જેમાં પાર્ટીમાં ડ્રગ્સનો મામલો જોવા મળી રહ્યો છે. એનસીબીને 27 જુલાઇએ યોજાયેલી આ પાર્ટીમાં કોકીનનો ઉપયોગ થયો હોવાની શંકા છે.
અભિનેત્રી રકુલ પ્રીતની પૂછપરછ બાદ આ પાર્ટી અંગે તપાસ શરૂ થઈ શકે છે. રકુલ પ્રીતની પૂછપરછ કર્યા બાદ એનસીબી ઓફિસ પહોંચેલા કેપીએસ મલ્હોત્રા કરણ જોહરની નજીકના ક્ષિતિજ પ્રસાદ અને અનુભવની પૂછપરછમાં સામેલ છે.
ઉલ્લેખનીય છે કે કરણ જોહરની આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, મલાઇકા અરોરા, અર્જુન કપૂર, શાહિદ કપૂર, વરૂણ ધવન, વિકી કૌશલ, રણબીર કપૂર, શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત હાજર હતી. આ પાર્ટીનો વીડિયો કરણ જોહરે 28 જુલાઈ 2019 ના રોજ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો.