મુંબઈ : વેબ સિરીઝ ‘એ સુટેબલ બોય’ દ્વારા લવ જેહાદ અને હિન્દુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે નેટફ્લિક્સ ભારતના બે અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ફરિયાદ રીવાના સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી, જેના આધારે એફઆઈઆર નોંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રીવામાં રહેતા અને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ ગૌરવ તિવારીએ ફરિયાદ નોંધાવી હતી.
ગૌરવ તિવારીએ ફરિયાદમાં કહ્યું હતું કે કેટલાક દ્રશ્યોના કારણે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે અને પોલીસ તપાસમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી હોવાનું પ્રાથમિક તપાસમાં મળી આવ્યું છે.
मंदिर का प्रांगण, बैकग्राउंड में आरती और अश्लील दृश्य।
क्या मस्जिद में अजान के समय ऐसा शूट करने की ‘क्रीएटिव फ़्रीडम’ है आपको @NetflixIndia?
हिंदुओं की सहिष्णुता को उनकी कमजोरी मत समझिए, ये मध्यप्रदेश का नहीं, भगवान शिव और करोड़ों शिवभक्तों का भी अपमान है।
माफ़ी माँगनी पड़ेगी। pic.twitter.com/9TLnsQviHJ
— Gaurav Tiwari (@BJPGauravTiwari) November 21, 2020
મધ્યપ્રદેશ ભાજપના યુવા મોરચાના નેતા ગૌરવ તિવારીએ શનિવારે સાંજે આ વેબ સિરીઝના એક સીનનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મંદિરમાં કિસિંગ સીન ફિલ્માવવામાં આવ્યો છે. તેઓએ આ અંગે વાંધો ઉઠાવ્યો છે. આ સીનને મધ્યપ્રદેશના મહેશ્વરમાં શૂટ કરાયો છે. આ પછી મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ મધ્યપ્રદેશ પોલીસને આ મામલે તપાસ કરવા આદેશ આપ્યો છે.
रानी अहिल्याबाई होल्कर ने महेश्वर घाट को शिवभक्तों के लिए समर्पित किया। पाषाण युग के हजारों शिवलिंग उसकी पहचान है।
पर @NetflixIndia इस पावन धरा का उपयोग लव-जिहाद को बढ़ावा देने और हिंदू भावनाओं को ठेस पहुँचाने के लिए कर रहा है।
आज मैं अपने फ़ोन से netflix हटा रहा हूँ। और आप? pic.twitter.com/HzR8FR9FPX
— Gaurav Tiwari (@BJPGauravTiwari) November 21, 2020
ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા
ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે જો નેટફ્લિક્સ પર પ્રસારિત ‘એ સુટેબલ બોય’ ના ચુંબન દ્રશ્યનું મંદિરમાં શૂટિંગ કરવામાં આવ્યું છે, તો તે હિન્દુઓની ધાર્મિક ભાવનાઓ સાથે રમત છે. તેણે તેના નિર્માતાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો સંકેત પણ આપ્યો છે.