મુંબઈ : અભિનેત્રી તાપ્સી પન્નુ હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. કંગના રનૌતે જ્યારે પણ તેને બી ગ્રેડની અભિનેત્રી ગણાવી છે અને તેને નેપોટિઝ્મ અંગેની ચર્ચામાં ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારથી જ તાપસી ટ્રોલ્સના નિશાનમાં આવી છે. પરંતુ આ દરમિયાન તાપસીને ખુશ કરનારા સમાચાર પણ બહાર આવ્યા છે. તેની એક ફિલ્મની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
માર્કંડેય કાટજુને તાપ્સીની ફિલ્મ ગમી
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ માર્કંડેય કાટજુએ સોશિયલ મીડિયા પર એક ટ્વીટમાં તાપ્સી પન્નુની ફિલ્મ ‘મુલ્ક’ની પ્રશંસા કરી છે. તેણે ટ્વીટમાં એવો દાવો પણ કર્યો છે કે, છેલ્લા 40 વર્ષમાં આ પહેલી ફિલ્મ છે, જે તેમણે જોઈ છે. માર્કંડેય કાટજુએ ટ્વિટમાં લખ્યું છે- હવે હું 74 વર્ષનો થઈ ગયો છું. મેં મારા 40 વર્ષમાં ફક્ત તમારી ફિલ્મ ‘મુલ્ક’ને જોઈ છે. તેણે કેલિફોર્નિયામાં આ ફિલ્મ જોઈ હતી. તમારી અને ઋષિ કપૂરનો અભિનય અદભૂત હતો.
https://twitter.com/taapsee/status/1286560566400520193