મુંબઈ : બૉલીવુડના અભિનેતા અક્ષય કુમાર અને કરીના કપૂર ખાન ફરીથી સ્ક્રીન પર સાથે જોવા મળશે. અગાઉ બંને ફિલ્મ “ગબ્બર ઇઝ બૅક” માં સાથે કામ કરતા જોવા મળ્યા હતા. 4 વર્ષ પછી, બંને ફરીથી એકવાર સિલ્વર સ્ક્રીન શેર કરી રહ્યા છે. આ વખતે બંને ‘ગુડ ન્યુઝ’માં સાથે કામ કરશે.
એવું કહેવામાં આવે છે કે, ફિલ્મમાં ડીનો અને બિપાશા બાસુનું પણ એક ગીત હશે, જેને અક્ષય અને કરીના રિમેક કરશે. ગુડ ન્યુઝ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ હશે. આ ફિલ્મનું નિર્દેશન રાજ મહેતા કરી રહ્યા છે. ફિલ્મમાં અક્ષય, કરીના ઉપરાંત દિલજિત દોસાંઝ અને કિયારા અડવાણી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવામાં આવશે.
એક મીડિયા અહેવાલ મુજબ, કરિના કપૂર અને અક્ષયકુમારએ તાજેતરમાં જ દિલ્હી ક્લબમાં ગીતની શૂટિંગ પૂર્ણ કરી છે. સૂત્રોના આધારે જણાવવામાં આવ્યું છે કે, “આ 1999માં રિલીઝ થયેલા એક પોપ ગીત ‘સોદા ખરા ખરા’નું રિમેક છે. આ ગીતને સુખવીરે ગાયું હતું અને વીડિયોમાં બિપાશા બાસુ અને ડીનો જોવા મળ્યા હતા.” જૂના અને નવા ગીતોમાં, સંગીત અને લિરિક્સ ઉપરાંત, તેનું વાતાવરણ નવું હશે. જૂના ગીતના વિડિયોમાં લગ્નનો માહોલ દર્શાવવામાં આવ્યો હતો અને બિપાશા તેમજ ડીનો લગ્ન બંધનમાં બંધાતા નજરે પડ્યા હતા, ત્યારે ગુડ ન્યુઝ માટે રીમેકમાં દિલ્હીના એક ક્લ્બની મસ્તી જોવા મળશે.