મુંબઈ : બિગ બોસ 13નું સૌથી લોકપ્રિય કપલ સિદ્ધાર્થ શુક્લા અને શેહનાઝ ગિલને પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળ્યો. શોના અંત પછી પણ સિડનાઝને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. લોકો સિડનાઝને સાથે જોવા માંગે છે. આવી સ્થિતિમાં ચાહકોની આ ઈચ્છા ટૂંક સમયમાં પૂર્ણ થવા જઇ રહી છે.
બિગ બોસના ફેનક્લબનો દાવો છે કે, સિદ્ધાર્થ શુક્લા અને શેહનાઝ ગિલ લોકપ્રિય કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’નો ભાગ બની શકે છે. કપિલ શર્માના શોમાં સિડનાઝની ભવ્ય એન્ટ્રી થશે. જો કે આ રિપોર્ટમાં કેટલી સત્યતા છે તે હજુ બહાર આવ્યું નથી. કારણ કે ચેનલ, કપિલ શર્મા અને સિડનાઝ દ્વારા આ વિશેની કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.