મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાને ઈન્સ્ટાગ્રામમાં પ્રવેશ કર્યો છે અને તે સતત તસવીરો પણ પોસ્ટ કરી રહી છે. કરીનાના ચાહકો માટે તે ખૂબ આનંદની વાત છે. ઇન્સ્ટાગ્રામ પર પ્રવેશની સાથે કે કરીનાને ઘણા લોકો ફોલો કરવા લાગ્યા છે. ઇન્સ્ટાગ્રામમાં એન્ટ્રી થઈ ત્યારથી કરીના કેટલાક દુર્લભ ફોટા શેર કરી રહી છે. તેમણે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે માતા બબીતાની તસવીર શેર કરી છે.
કરીનાએ બબીતાનો મોનોક્રોમ ફોટો શેર કર્યો છે અને મહિલા દિવસની શુભેચ્છા પાઠવી છે. તસવીરમાં નાનો તૈમૂર પણ તેની સાથે બેઠો જોવા મળે છે. તસવીરમાં જોઇ શકાય છે કે બબીતા અને તૈમૂર સોફા પર બેઠા છે અને ચેટ કરતા જોવા મળે છે. બબીતા આમાં શોક્ડ જોવા મળી રહી છે. તસવીર શેર કરવા સાથે કરીનાએ લખ્યું છે – બોસ, મધર, વુમન, લિજેન્ડ.