મુંબઈ : બોલીવુડે હોળીના તહેવાર પર જે સુંદરતા પડદા પર લાવી છે તે ખરેખર યોગ્ય છે. હોળીની આસપાસ ઘણી ફિલ્મો, ગીતો, વિડિયોઝ અને સિક્વન્સ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત, ભારતીય સિનેમામાં હોળી પર આવા ઘણા સંવાદો (ડાયલોગ) લખાયેલા છે જે ફક્ત ખૂબ જ લોકપ્રિય થયા છે એટલું જ નહીં, પરંતુ આજે પણ આ સંવાદો બાળકોની જીભ પર સાંભળવા મળે છે. તો ચાલો તમને જણાવી દઈએ આ હોળી અને તેની ફિલ્મો વિશે સૌથી વધુ ચર્ચાયેલા ડાયલોગ.
– હોલી કબ હૈ… કબ હૈ હોલી, કબ ?
વર્ષ 1975 માં રિલીઝ થયેલી ફિલ્મ શોલેનો આ ડાયલોગ લોકોના દિલમાં આજે પણ જીવંત છે. ફિલ્મમાં આ ડાયલોગ ગબ્બર સિંહનું પાત્ર ભજવતા અભિનેતા અજમદ ખાને બોલ્યો હતો.
– કલ હમ હોલી ખેલેંગે…લેકિન ઇસ હોલી મેં ગુલાલ કી જગહ ધૂંઆ ઉડેગા. પીચકારીયો સે રંગ નહીં બંદુકો સે ગોલીયા નીકલેગી. ગીતો કી જગહ ચીખે ઔર લાજ કી જગેહ લાશે ટ્પકેગી.
આ સંવાદ 1989માં આવેલી ફિલ્મ ‘ઇલાકા’માં અમરીશ પુરીએ બોલ્યો હતો.
– બચપન સે આજ તક મેને કભી હોલી નહીં ખેલી… લેકીન અબ ખેલુંગા…ખૂન કી હોલી.
વર્ષ 1999 માં રિલીઝ થયેલી ફિલ્મ ઈન્ટરનેશનલ ખિલાડીમાં અક્ષય કુમારે આ સંવાદ બોલ્યો હતો, જેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો અને લોકો તેને આજે પણ યાદ કરે છે.
– ઇસી ઘરમેં આયેગી આપકી ડોલી … એન્ડ વિશિંગ યુ આ વેરી હેપ્પી હોલી.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ રામલીલાનો આ હોલી ડાયલોગ પણ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. આ ફિલ્મ વર્ષ 2013 માં રિલીઝ થઈ હતી.