બોલિવૂડ સ્ટાર રીતિક રોશન ફરી એકવાર લગ્ન કરવાનું વિચારી રહ્યો છે. મીડિયામાં પણ રીતિક રોશનના લગ્નને લઇ ઘણી જ ચર્ચાઓ થઇ રહી છે. માનવામાંં આવે છે કે રીતિક રોશન પોતાની એક્સ વાઇફ સુઝાન સાથે જ લગ્ન કરવાનો છે. રીતિક રોશન તથા સુઝાને ત્રણ વર્ષ પહેલા ડિવોર્સ લીધા હતાં. હવે રીતિક રોશન અને સુઝાન સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યો છે. બંને ઘણીવાર સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતા જોવા મળ્યા છે.